બ્રાઝિલમાં સાપ કેમ કરડે છે તે જાણવા માટે એક અનોખું સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન, બ્રાઝિલની બુટાન્ટન સંસ્થાના વૈજ્ઞાનિક, જોઆઓ મિગુએલ અલ્વેસ–નુનિસે, દક્ષિણ અમેરિકાના સૌથી ઝેરી વાઇપર, જરારાકા સહિત અન્ય સાપ પાસે લગભગ ૪૦,૦૦૦ વખત પોતાને ડખં મરાવવાનો પ્રયાસ કર્યેા.
નેચર જર્નલમાં પ્રકાશિત સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સાપ ત્યારે જ હત્પમલો કરે છે યારે કોઈ તેમને સ્પર્શ કરે છે અથવા તેમના પર પગ મૂકે છે. સંશોધનમાં આ સાબિત થયું નહોતું. આ માટે લેબના લોર પર સાપને પાંજરામાં રાખવામાં આવ્યો હતો. આલ્વેસ–નુનિસે ખાસ ચામડાના શૂઝ પહેરીને સાપ પર હળવા પગ મૂકયા, જેથી તેને ઈજા ન થાય. આ પ્રયોગ ૧૧૬ અલગ–અલગ સાપ પર ૩૦–૩૦ વખત કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે અલ્વેસ–નુનિસ ૪૦,૪૮૦ વખત સાપ કરડવા માટે આગળ વધ્યા.
દર વર્ષે સાપ કરડવાથી ૪૬ હજાર મૃત્યુ
ભારતમાં દર વર્ષે ૪૬,૦૦૦ લોકો સર્પદંશને કારણે મૃત્યુ પામે છે અને લગભગ ૧.૪૬ લાખ વિકલાંગ બને છે. સર્પદંશથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ વિશ્વમાં ચોથા ક્રમે છે. દર વર્ષે ત્યાં ૨૭,૦૦૦ લોકો સાપના ઝેરનો શિકાર બને છે. ભારતમાં, સાપ કરડવા માટે વપરાતી રસીઓ માત્ર ચાર પ્રજાતિઓના ઝેરની સારવાર કરે છે
સાપ જેટલો નાનો તેટલું કરડવાનું જોખમ વધારે
રિસર્ચ મુજબ સાપ જેટલો નાનો હોય તેટલો જ તેના કરડવાનું જોખમ વધારે હોય છે. માદા સાપ વધુ આક્રમક હોય છે. સાપ ઐંચા તાપમાને વધુ આક્રમક રીતે વર્તે છે. યાં સાપને સ્પર્શ કરવામાં આવે છે તે તેના ડંખમાં પણ ભૂમિકા ભજવે છે. જો તેના માથા પર પગ પડે તો તે સ્વબચાવમાં કરડે છે. જો પૂંછડી અથવા શરીરના અન્ય કોઈપણ ભાગને સ્પર્શ કરવામાં આવે તો કરડવાનું જોખમ ઓછું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech