BREAKING NEWS

ભણવું ગમતું ન હોય ધો.6માં ભણતા ટેણીયાએ સ્કૂલમાં ઝેરી દવા પીધી

  • November 20, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભણવું ગમતું ન હોવાથી ધો.6માં ભણતા ટેણીયાએ સ્કુલમા જ ઝેરી દવા પી લેતા સ્કૂલના શિક્ષકોએ તાબડતોબ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા બાળકના વાલી પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર-2માં રહેતો અને પેડક રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલી જ્ઞાનેશ્વર સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરતા વિરાજ વીરમભાઇ બાંભવા (ઉ.વ.12)નો બપોરે ચારેક વાગ્યે સ્કૂલમાં હતો ત્યારે ઉલ્ટી ઉબકા કરવા લાગતા શિક્ષકે પૂછતાં પોતે દવા પી લીધી હોવનું કહેતા તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વિરાજ બે ભાઇમાં નાનો છે. પિતા ખેતીકામ કરે છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ભણવું ગમતું ન હોવાથી દવા પી ઘી હતી. આ દવા ક્યાંથી લાવ્યો હતો પૂછતાં જવાબ આપતો ન હોય સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application