એસ.પી. અને ડીવાયએસપીની આગેવાનીમાં ત્રણેય પોલીસ ડિવિઝનના સ્ટાફ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું: હોસ્પિટલના સિક્યુરિટી વિભાગ તેમજ રજીસ્ટરનું એસપી દ્વારા નિરીક્ષણ: હત્યાના બનાવના સ્થળની પણ મુલાકાત લીધી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં તાજેતરમાં હત્યાનો બનાવ બન્યો હતો, તેમ જ અવારનવાર તકરારની ઘટના બનતી રહે છે, જેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી વિઝીટ કરવામાં આવી હતી. સાથોસાથ શહેર વિભાગના ડીવાયએસપી અને ત્રણેય પોલીસના ડિવિઝન, એલ.સી.બી.,એસ.ઓ.જી. ના સ્ટાફ વગેરે ને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું, તેમ જ સિક્યુરિટી વિભાગ વગેરેના ચેકિંગ કાર્યવાહી હાથ ધરીને હત્યાના બનાવના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.
જામનગરની સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, ઉપરાંત અન્ય એક છરિબાજીનો બનાવ બન્યો હતો, જ્યારે હોસ્પિટલ પરિસરમાં વારંવાર તકરારની ઘટનાઓ પણ બનતી રહે છે, તેને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે રાત્રે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.
તેઓની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન ના પી.આઈ. તેમના સ્ટાફ તથા એલસીબી અને એસ.ઓ.જી. ની ટુકડી સહિતની પોલીસ ટીમ દ્વારા જીજી હોસ્પિટલ પરિસરમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.
ત્યારબાદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જી.જી. હોસ્પિટલની સિક્યુરિટી વિભાગની ટીમ નો સર્વે કર્યો હતો, અને તેઓના રજીસ્ટર વગેરે ચેક કર્યા હતા. તેમજ સિક્યુરિટી વિભાગની હાજરી વગેરેની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત તાજેતરમાં હત્યાની ઘટના બની હતી, તે સ્થળ પર અન્ય પોલીસ અધિકારીઓ સાથે પહોંચી જઈ તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, અને સ્થાનિક કર્મચારીઓ વગેરેની પણ પૂછપરછ કરી હતી.
આ કાર્યવાહી ને લઈને જી.જી. હોસ્પિટલના તંત્રમાં અને ખાસ કરીને સિક્યુરિટી વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ માં સુરક્ષા વિભાગ લઈને એસ.પી. દ્વારા આ સમીક્ષા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech