ઈઝરાયલ અને અમેરિકાએ સંયુકત રીતે ઈરાન સામે મોટા પાયે હવાઈ હુમલો કર્યેા. આ હુંમલામાં અમેરિકાના એફ–૨૨ રેપ્ટર ફાઈટર જેટ સામેલ હતા. તેહરાનમાં ૩૦ સ્થળોએ એકસાથે બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. આ હત્પમલા દરમિયાન ઇરાનના સર્વેાચ્ચ નેતા ખામેનેઈ અને રાષ્ટ્ર્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની હત્યા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી બંનેને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા.
હત્પમલા બાદ, ટ્રમ્પે ઈરાન પર હત્પમલાનું કારણ સમજાવ્યું. ઈરાને હવે બદલો લેવા માટે હત્પમલો કર્યેા છે. ઈરાને ઈઝરાયલ પર ૭૦ થી વધુ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. યમન અને લેબનોનથી હિઝબુલ્લાહ પણ ઈરાન સાથે યુદ્ધમાં જોડાઈ ગયું છે. ઈરાને બહેરીન, કતાર, કુવૈત અને યુએઈમાં યુએસ લશ્કરી થાણાઓ પર એકસાથે હલ્લાબોલ કયુ છે.
ઈરાને બહેરીનમાં એક અમેરિકી લશ્કરી થાણા પર બેલિસ્ટિક મિસાઈલ હત્પમલો કર્યેા છે. દરમિયાન, અમેરિકાએ કતારમાં પોતાનો લશ્કરી થાણો ખાલી કરાવી દીધા છે. યુએઈમાં એક અમેરિકી નૌકાદળના થાણાને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને કતાર અને કુવૈતમાં પણ અમેરિકાના લશ્કરી થાણાઓ પર મોટો બદલો લેવા માટે હત્પમલો કર્યેા છે.
ઈઝરાયલી સેનાએ જણાવ્યું છે કે ઈરાનથી ઈઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, અને દેશવ્યાપી એલર્ટ એકટીવ કરવામાં આવ્યું છે. ઈરાની મિસાઈલો દ્રારા નિશાન બનાવવામાં આવેલા ઈઝરાયલી શહેરોમાં જેસલેમ, હાઈફા અને શેફેલાહનો સમાવેશ થાય છે. રહેવાસીઓને બોમ્બ શેલ્ટરમાં આશરો લેવાની સલાહ આપવામાં આવી છે.
ઇઝરાયલે ઇરાન સામે પ્રિવેન્ટીંગ અટેક શ કર્યેા, જે એક સાવચેતીપૂર્વકની લશ્કરી કાર્યવાહી હતી. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને સત્તાવાર રીતે આ કાર્યવાહીની પુષ્ટ્રિ કરી. તે જ સમયે, ઇઝરાયલી સૈન્યએ દેશભરમાં તેના નાગરિકો માટે પ્રોએકટીવ એલર્ટ જારી કરી, સંભવિત ઇરાની મિસાઇલ હત્પમલા પહેલા તેમને સ્થળાંતર કરવા માટે ચેતવણી આપવા માટે સાયરન વગાડા.
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે યારે ઇરાન અને અમેરિકા વચ્ચે તેમના પરમાણુ કાર્યક્રમ અંગે રાજદ્રારી વાટાઘાટો ચાલી રહી હતી. ગુવારે જીનીવામાં બંને પક્ષો વચ્ચે ત્રીજો રાઉન્ડ વાટાઘાટો થયો હતો, અને આજે એક નવો રાઉન્ડ યોજાવાનો હતો. જોકે, ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીએ આ રાજદ્રારી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
સૂત્રોના અનુસાર, ઈરાનની રાજધાની તેહરાનમાં પણ વિસ્ફોટ થયા છે. આ હત્પમલો સર્વેાચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના કાર્યાલય નજીક થયો. જોકે, હજુ એ સ્પષ્ટ્ર નથી થઈ શકયું કે, ૮૬ વર્ષીય ખામેનેઈ તે સમયે પોતાના કાર્યાલયમાં હાજર હતા કે નહીં. અમેરિકાની સાથે વધતાં તણાવને લઈને તેઓ કેટલાક દિવસોથી જાહેરમાં જોવા મળ્યા નથી. એક ઈરાની અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે, તેમને એક સુરક્ષિત સ્થાન પર લઈ જવાયા છે. ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોપ્ર્સના ઇન્ટેલિજેન્સ વિભાગને પણ નિશાન બનાવાયું. સાથે જ તેહરાનના વચ્ચેના ભાગમાં પણ હત્પમલાના સમાચાર છે.
ઈરાન સામેના અગમચેતીના ભાગપે કરાયેલા હત્પમલા બાદ ઇઝરાયલી સૈન્યએ શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર કાર્યક્રમો અને કાર્યસ્થળો પર આ વ્યાપક પ્રતિબંધની જાહેરાત કરી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ આ હત્પમલાને એક અનિવાર્ય અને જરી પગલું ગણાવ્યું છે.
ઈઝરાયલમાં સંપૂર્ણ લોકડાઉન; શાળા–કોલેજ અને ઓફિસો બંધ
દેશભરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મેળાવડાઓ પર પ્રતિબધં લગાવવામાં આવ્યો છે. ઇઝરાયલ દ્રારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હત્પમલા બાદ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસના હોમ ફ્રન્ટ કમાન્ડે દેશભરમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. પરિસ્થિતિની નવી સમીક્ષા કર્યા બાદ, સેનાએ જાહેરાત કરી છે કે તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જાહેર મેળાવડાઓ અને બિન–આવશ્યક ક્ષેત્રોમાં કામકાજ પર પ્રતિબધં રહેશે. માત્ર આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ક્ષેત્રોને જ કાર્યરત રહેવાની છૂટ આપવામાં આવી છે.
તહેરાન સહિતના વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા
ઈઝરાયલના આ હુમલામાં તહેરાન, મહેરાબાદ સહિત વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા હતા. હત્પમલો એટલો ભયાનક હતો કે ધૂમાડાના ગોટેગોટા હવામાં અનેક કિ.મી. દૂરથી જોઇ શકાતા હતા. ઈરાની મીડિયાએ પણ ઈઝરાયલના હત્પમલાની પુષ્ટ્રી કરી દીધી છે. તહેરાનમાં અનેક વિસ્તારોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયલે આ હત્પમલો કર્યા બાદ ઈરાનના વળતા પ્રહારના ડરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
નાગરિકોએ બિનજરી મુસાફરી ટાળવા સુચના
આઈડીએફએ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા નાગરિકોએ બિનજરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આસપાસના સુરક્ષિત સ્થળોની જાણકારી રાખવી જોઈએ. સેનાએ સ્પષ્ટ્ર કયુ છે કે આ સાવચેતીભર્યા એલર્ટનો હેતુ લોકોને સંભવિત મિસાઈલ હત્પમલાઓ માટે તૈયાર કરવાનો છે. જોકે, હાલના તબક્કે નાગરિકોને સીધા શેલ્ટરમાં જવાની જર નથી, પરંતુ તૈયાર રહેવા જણાવાયું છે.
ઇઝરાયલમાં રહેતા ભારતીયોને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ક્ષેત્રમાં વધતી સુરક્ષા સંવેદનશીલતાને ધ્યાનમાં લેતા, ભારતીય દૂતાવાસ તમામ નાગરિકોને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્રારા જારી કરાયેલ સુરક્ષા સૂચનાઓનું કડક પાલન કરવા આદેશ અપાયો છે.
ભારત સહિત સમગ્ર વિશ્ર્વ માટે ક્રૂડ ઓઇલ આયાત અંગે પડકારો
આ હત્પમલો ધીમે ધીમે એક ભયંકર યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે તણાવ પેદા કરી શકે છે. આનાથી ખાસ કરીને ક્રૂડ ઓઇલ આયાત અંગે નોંધપાત્ર પડકારો ઉભા થઈ શકે છે. આ યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે અને સપ્લાય ચેઇન પણ ખોરવાઈ શકે છે, કારણ કે વિશ્વના ૪૦ ટકાથી વધુ ક્રૂડ ઓઇલ હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા આવે છે. આ વિશ્વનો સૌથી વ્યસ્ત તેલ માર્ગ છે અને ઈરાન દ્રારા નિયંત્રિત છે. ભારત અને ચીન સહિત મોટાભાગના દેશો આ માર્ગ દ્રારા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આ માર્ગ ગલ્ફ ક્રૂડ ઓઇલ નિકાસકારોને વૈશ્વિક બજારો સાથે જોડે છે. જો ઈરાન તેને બધં કરે છે, તો વિશ્વના મોટા ભાગના ક્રૂડ ઓઇલ ખોરવાઈ શકે છે, જેની વૈશ્વિક અર્થતત્રં પર ઐંડી અસર પડી શકે છે.