BREAKING NEWS

શાપરમાં બાઇક ચાલક યુવાનને પથ્થર માર્યા બાદ લુખ્ખાએ છરીનો ઘા ઝીંક્યો

  • November 18, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં બાઇક ચાલકને પથ્થર મારી છરીનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવ અંગે શાપરમાં સર્વોદય હાઉસીંગ બોર્ડ શેરી નં ૧ માં રહેતાં આસીફભાઈ નુરમામદભાઈ ઉર્ફે નુરાભાઇ ફુલગોબલ (ઉ.વ.૧૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દિલાવર ઉર્ફે ગડો કાસમ વિસળ નામના શખસનું નામ આપી જણાવ્યું હતું કે,

તે યુફલો ઓટોમેસન કંપનીમા નોકરી કરે છે. ગઈ તા. ૧૬ ના રાત્રીના સમયે તે પોતાનું એક્ટીવા લઇ વેરાવળ હરગંગે વે બ્રીજ પાસે મોમાઇ હોટલે ફાકી ખાવા માટે ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સોસાયટીમા આવેલ મામા દેવના મંદીર પાસે પહોંચતા ત્યા દિલાવર ઉર્ફે ગડો વિસળ ઉભો હતો. જેને માથાના ભાગે પાણો મારતા યુવાન તેની પાસે ગયેલ અને કહેલ કે, કેમ મને પાણો માર્યો તો આ દિલાવર ઉર્ફે ગડો ઉશ્કેરાઇ ગયેલ અને તેના નેફામાથી છરી કાઢી માથાનાભાગે તથા ખંભાનાભાગે છરીનો એક-એક ઘા મારતા લોહી નીકળવા લાગ્યું હતું. દરમિયાન ત્યાં યુવાનનો મામાનો દિકરો સેજાન જોય જતા તેમને વધુ મારથી બચાવા માટે દોડી આવેલ અને આ દિલાવર ઉર્ફે ગડો ત્યાથી જતો રહેલ હતો.બાદમાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. ફરીયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધો આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application