BREAKING NEWS

જામનગર  : બીએસએફની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું અદકેરું સ્વાગત

  • February 03, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં વસતા ભોઈ સમાજના રીક્ષા ચલાવતા અશ્વિનભાઈ મહેતાનો પુત્ર બીએસએફમાં એક વર્ષની સફળતાપૂર્વક ટ્રેનિંગ પાસ કરી માદરે વતન પરત ફર્યો આ તકે યસ અશ્વિનભાઈ મહેતાનું તેમના મિત્રો પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. યસ અશ્વિનભાઈ મહેતા જેવો આજથી એકાદ વર્ષ પહેલા સુભાષ શાક માર્કેટ નજીક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા ઘુઘરાની લારી ચલાવતા હતા.


ઘરની પરિસ્થિતિ ખૂબ સામાન્ય હોવાથી અને પિતા દ્વારા ઓટોરિક્ષાના ધંધાથી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હોવાથી ઘરમાં આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા પરિવારને મદદરૂપ થવા યસ અશ્વિનભાઈ મહેતા  પોતાની તૈયારી સાથે ઘુઘરા વેચવાનો વ્યવસાય પણ કરતા હતા.

​​​​​​​


યસ અશ્વિનભાઈ મહેતા દ્વારા અવારનવાર આર્મી પોલીસ અને ડિફેન્સની ફોર્સમાં ફોર્મ ભરી પ્રયત્ન કરતા રહેતા તેમનું સપનું હતું કે ભારત દેશની સેવા કરવી અને ડિફેન્સની ફોર્સમાં જોડાવવું 


આજથી દોઢેક વર્ષ પહેલા બીએસએફ દ્વારા તેમને ટ્રેનિંગ માટેનું રિક્રુમેન્ટ લેટર આપવામાં આવ્યું હતું ત્યારબાદ યસ અશ્વિનભાઈ મહેતાએ એક વર્ષની સફળતાપૂર્વક ટ્રેનિંગ પાસ કરી રવિવારના રોજ સાંજે સુભાષ શાક માર્કેટ નજીકથી તેમના પરિવાર અને સમાજના લોકો દ્વારા તેમનું પુષ્પો અને ફુલહાર સાથે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application