ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ બે આરોપી સહિતના સાહેદો સામે દંડાત્મક કાર્યવાહી કરાઇ
જામનગરના અતિ ચકચારજનક એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં એક સાક્ષીને ગુજરાતની વડી અદાલતે રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં સને 2018ની સાલમાં એડવોકેટ કિરીટભાઈ જોશીની અજાણ્યા ઈસમોએ છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે કેસમાં તેઓના નાના ભાઈ એડવોકેટ અશોકભાઇ જોષી એ આરોપી જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ ગુનાના તપાસ જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી.દેવધા ચલાવી રહયા છે. તેમજ જામનગર એલ.સી.બી પોલીસ ઇન્સ વી.એમ. લગારીયા તપાસનીસ અધિકારીની સાથે તપાસ ટીમમાં મદદમાં રહ્યા છે.
જામનગરમાં એડવોકેટ ખૂન કેસમાં તપાનીસ અધિકારીએ સાહેદ સાવીઓ ઉર્ફે સાગર બાલા જગન્નાથ પંચાલ (રહે. મુંબઇ)નું નિવેદન લઇ ચાર્જશીટમાં સાહેદ તરીકે દશર્વિેલ હતા. આ સાહેદએ ગુજરાત હાઇકોર્ટમાં 6 વર્ષ ના લાંબા સમયગાળા બાદ અરજી કરી જણાવેલું કે, તેઓએ તપાનીસ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલું નથી, તેનું સાહેદમાથી નિવેદન દુર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી.
જે સાહેદોની અરજી અનુસંધાને ગુજરાત હાઇકોર્ટએ ટીપ્પણી કરી જણાવેલું કે,સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઇતો હતો, અને આવી વ્યર્થ અરજી દાખલ કરેલ હોય, તેમજ સાહેદોને કેવી રીતે ખબર પડેલી કે તેઓનું નિવેદન ચાર્જશીટમા સાહેદ તરીકે દશર્વિેલ છે. તેમ જણાવી સાહેદ સાવીઓ ઉર્ફે સાગર બાલા જગન્નાથ પંચાલ ને રૂપીયા 3,00,000 નો દંડ ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમા અગાઉ ગુજરાત હાઇકોર્ટ તરફથી સાહેદ (1) કમલેશ ગોવિદભાઇ પટેલ (2) દિનેશભાઇ જેન્તીભાઈ સોઢા (3) સતીષભાઈ નંદકિશોર શાહ રહે-અમદાવાદ તથા આ કેસમાં આરોપીઓ-(1) સાયમન લુઇસ દેવીનાદન (મહારાષ્ટ્ર) (2) અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવાર રહે અમદાવાદ જે પાચેય ને 1-1 લાખ રૂપીયા નો દંડનો ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech