ધ્રાંગધ્રાના કોંઢ પાસે કેનાલમાં કાર ખાબકતા હળવદની મહિલાનું મોત
ધ્રાંગધ્રાના કોંઢ પાસે કેનાલમાં કાર ખાબકતા હળવદની મહિલાનું મોત
May 01, 2026 09:21 AM
ધ્રાંગધ્રાના કોંઢ પાસે કેનાલમાં કાર ખાબકતા હળવદની મહિલાનું મોત
હળવદ ધ્રાંગધ્રાના કોંઢ ગામ પાસે મોડી રાત્રે નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકતા હળવદના આધેડ મહિલાનું ડૂબી જવાથી મોત નીપયું હતું, યારે કાર ચલાવી રહેલા તેમના પતિનો આબાદ બચાવ થયો હતો. હળવદનું દંપતી ઘઉં ભરી પરત જતું હતું ત્યારે ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત હળવદ ખાતે રહેતા દંપતી પોતાની કારમાં ઘઉં લઈ ઘર તરફ પરત જઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના સમયે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કોંઢ ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર મહિલા કમળાબેન મહેશભાઈ રાઠોડ (ઉ.વ. ૫૧)નું મોત નિપયું હતું. યારે મહેશભાઈ રાઠોડનો બચાવ થતાં તેઓને અન્ય રાહદારીઓ દ્રારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો, વાહન ચાલકો સહિત ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને ભારે જહેમત બાદ કાર સહિત મૃતક મહિલા અને કાર ચાલકને બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે હાલ એ.ડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે