લંડન થી આવેલા મહિલા પોરબંદરમાં ભૂલા પડી જતા ૧૮૧ ની ટીમે ઘરે પહોંચાડ્યા
લંડન થી આવેલા મહિલા પોરબંદરમાં ભૂલા પડી જતા ૧૮૧ ની ટીમે ઘરે પહોંચાડ્યા
November 27, 2025 08:57 AM
લંડનથી પોરબંદર આવેલ મહિલા વોકિંગ કરવા નીકળ્યા બાદ ભૂલા પડી ગયા હતા અને તેના ભત્રીજા ના સરનામા કે મોબાઈલ નંબર વિશે પણ જાણકારી નહીં હોવાથી મહિલા હેલ્પલાઇન સેવા ૧૮૧ ની ટીમે તેને મદદ કરી હતી અને તેના પર્સમાંથી જ્વેલરી શોપ નુ સરનામુ મળતા ત્યાં જઈને ત્યાંથી તેના ભત્રીજા ના મોબાઈલ નંબર મેળવીને સંપર્ક કર્યો હતો ૧૮૧અભયમ હેલ્પલાઇન માં એક જાગૃત નાગરિક દ્રારા નિ: સહાય મહિલા ની સલામતી માટે કોલ આવતા ૧૮૧ ટીમ દ્રારા મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અભયમ ટીમ મહિલાની મદદ માટે પહોંચી તેમનુ નામ, સરનામું જાણેલ તેમની સાથે પરામર્શ કરતા તેઓ જણાવેલ તેઓ લંડન રહેવાસી છે અહિંયા ભત્રીજાના ઘરે આવેલા હતા. ભત્રીજા ના ઘરે થી વોક માટે નિકળેલા હતા ને રસ્તો ભુલી ગયેલા.૧૮૧ ટીમ દ્રારા મહિલાનું કાઉન્સેલિંગ કરી સાંત્વના આપી,ભત્રીજા ના ઘરનુ સરનામું વિશે પુછતા યાદ ના હતુ કે કોઈના મોબાઈલ નંબર યાદ ના હોવાથી તેમની પાસે રહેલ જ્વેલર્સ શોપનું પસઁ હોય તેના વિશે પુછતા મહિલાએ જણાવેલ કે તેઓ આ જ્વેલરી શોપથી સોનુ ખરીદે છે. જેથી પસઁ રહેલ જ્વેલરી શોપના એડ્રેસ પર ગયેલ ત્યાં પુછપરછ કરતા મહિલાના ભત્રીજાના મોબાઈલ નંબર મળતા તેઓને જાણ કરી તેમના ઘરનું એડ્રેસ મેળવી મહિલાને સુરક્ષિત તેમના ભત્રીજાને સોંપી ફરી એક મહિલાને ૧૮૧ ટીમ દ્રારા તેમના ફેમેલી સુધી પહોચાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.