નાની મારડ–કલાણા રોડ પર અકસ્માતમાં વંથલીના ખુંભડી ગામે રહેતા મહિલાનું મોત
નાની મારડ–કલાણા રોડ પર અકસ્માતમાં વંથલીના ખુંભડી ગામે રહેતા મહિલાનું મોત
May 29, 2026 08:19 AM
રાજકોટ જૂનાગઢના વંથલીના ખુંભડી ગામે રહેતા માતા– પુત્ર ભાયાવદર દરગાહે સલામ કરવા ગયા હતા. ત્યાંથી પરત જતા ઘરે જતા સમયે નાની મારડથી કલાણા જતા રોડ પર બાઇકની પાછળ બેઠેલા માતાની સાડીનો છેડો બાઈકના પાછળના ટાયરમાં ફસાઈ જતા તેઓ રોડ પટકાયા હતા. જેમાં મહિલાને માથાનાભાગે ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતાં. અહીં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. ઇદના તહેવાર પૂર્વે જ પરિવારના સભ્યનું અકસ્માતમાં મોત થતા મુસ્લિમ પરિવારમાં માતમ છવાય ગયો હતો. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વંથલીના ખુંભડી ગામે રહેતા હત્પસેનભાઇ ઈસ્માઈલભાઈ સિડા(ઉં વ ૫૮)એ પાટણવાવ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પત્નીનું નામ ઝરીનાબેન હતું. તેમને સંતાનમાં એક દીકરો છે તે ખેતીકામ કરે છે. ગઇ તા.૨૭૦૫ના રોજ તેનો પુત્ર શકીલ અને તેની પત્ની ઝરીનાબેન તેના કુટુંબી ભાઈનું બાઈક લઈ ખુંભડીથી ભાયાવદર દરગાહે ગયા હતા.દીકરો અને પત્ની ભાયાવદરથી પરત ઘરે પરત ફરતા હતા ત્યારે બપોરના આશરે પોણા એકાદ વાગ્યા આસપાસ નાની મારડથી કલાણા રોડ પર પહોંચતા તેની પત્નીની સાડીનો છેડો બાઈકના પાછળના ટાયરમાં ફસાઈ જતા બન્ને રોડ પર પડી ગયા હતા. પત્નીને માથાનાભાગે ઇજા પહોંચતા ઉપલેટા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેની જાણ પુત્રએ બપોરના આશરે એક વાગ્યા આસપાસ પિતાને કરતા તે અને તેનો સાળો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.અહીં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત થયું હતું. ઇદના તહેવાર પૂર્વે જ પરિવારના સભ્યનું અકસ્માતમાં મોત થતા મુસ્લિમ પરિવારમાં માતમ છવાય ગયો હતો.