ભાવનગર શહેરના નારી ગામ નજીક ગઈકાલે બપોરના અરસા દરમિયાન ટ્રેકટરની પાછળના ભાગે રીક્ષાનો અકસ્માત સર્જાતા ભાઈની નજર સામે જ બહેનનું મોત નિપજવા પામ્યુ હતું. કુંભારવાડાનો યુવક પોતાની રીક્ષા લઈ મગલાણા ગામેથી બહેન અને ભાણેજને લઈ ભાવનગર આવી રહ્યો હતો. તે વેળાએ દુર્ઘટના સર્જવા પામી હતી. અકસ્માતમાં માતાના મોતને લઈ છ માસના દિકરાએ માતાની મમત ગુમાવી હતી.
શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગોપાલ સોસાયટીમા રહેતા કલ્પેશભાઈ ધુડાભાઈ ભોરખીયાએ વરતેજ પોલીસ મથકમાં ટ્રેકટર નંબર જીજે. ૨૨.જી-૫૦૩૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ તેની રીક્ષા નંબર જીજે. ૦૪. એયુ- ૬૯૨૭ લઈને સિહોર તાલુકાના મગલાણા ગામે તેના બાપુની દિકરી પારૂલબેનને તેના સાસરેથી તેડવા માટે ગયા હતા. બાદ બપોરના બારેક વાગ્યે તેઓ, તેના બહેન પારૂલબેન (ઉ.વ. ૨૧) અને છ માસનો ભાણીયો કુનાલ રીક્ષામાં પરત કુંભારવાડા આવી રહ્યા હતા. તે વેળાએ બપોરના ૧.૧૫ કલાકના અરસા દરમિયાન ભાવનગર અમદાવાદ હાઈવ ઉપર નારી ગામની મઢુલી પાસે પહોંચતા ઉક્ત ટ્રેકટરના ચાલકે તેનું ટ્રેકટર પુરપાટ ઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી એકાએક બ્રેક મારતા તેઓની રીક્ષા પાછળથી અથડાઈ જતા પારૂલબેનને ગંભીર ઈજા પહોંચતા તેઓને વરતેજ સરકારી હોસ્પીટલ ખસેડાતા ફરજ પરના ડોકટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભાણેજ કુનાલને ઈજાગ્રસત હાલતે ભાવનગર સર.ટી.હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં માતાનું મૃત્યુ નિપજતા માસુમ બાળકે માતાની મમતા ગુમાવી હતી. ઉક્ત બનાવ અનુસંધાને વરતેજ પોલીસે ફરાર ટ્રેકટરના ચાલક સામે બીએનએસ એક્ટ ૧૦૬(૧), ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), તેમજ મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪, ૧૩૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech