BREAKING NEWS

થોરાળામાં યુવતીને પરીચીત શખસે છરીનો ઘા ઝીંકી દીધો

  • November 17, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીને તેના પરિચિત શખસે ઘર બહાર બોલાવી ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, થોરાળામાં રહેતી પીન્ટુબેન શૈલેષભાઇ પરમાર(ઉ.વ. ૨૪) નામની યુવતી રાત્રીના ઘરે હતી ત્યારે સાધુવાસવાણી રોડ પર રહેતો પારસ એકટિવા લઇને ઘરે આવ્યો હતો. અહીં આવી પારસે યુવતીને ઘર બહાર બોલાવી હતી. બાદમાં કોઇ કારણસર તેણે યુવતી સાથે ઝઘડો કરી નેફામાંથી છરી કાઢી યુવતીને છરીનો ઘા ઝીંકી દીધો હતો. દેકારો થતા પારસ અહીંથી નાસી ગયો હતો. બાદમાં યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application