BREAKING NEWS

કોટડા સાંગાણીના નવધણચોરામાં મહિલા પર પાડોશી પરિવારે પથ્થરમારો કર્યેા

  • August 13, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ કોટડા સાંગાણી તાલુકાના નવધણચોરા ગામે રહેતા મહિલાને પાડોશમાં રહેતા દંપતી અને તેના પિતાએ ગાળો આપી પથ્થરમારો કરતા મહિલાને માથામાં પથ્થર વાગ્યો હતો. પાડોશીને બાવળની ડાળીઓ કાપવાનું કહેતા બોલાચાલી કરી હત્પમલો કર્યેા હતો.
કોટડા સાંગાણી તાલુકાના નવઘણચોરા ગામે રહેતા પુરીબેન મનજીભાઈ મકવાણા (ઉ.વ. ૪૪) નામના મહિલાએ લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા વિનોદ ભીમજીભાઈ મકવાણા, નીબેન વિનોદભાઈ મકવાણા અને ભીમજી હરિભાઈ મકવાણાના નામ આપ્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં એકલા રહે છે અને કડિયા કામની મજૂરીનું કામ કરે છે.
ગઈ તા. ૬–૮ ના સાંજના સાતેક વાગ્યે તેઓ ઘરના પ્લોટમાં સિમેન્ટની થાંભલીઓ ફોડવાની હોય અને બાજુમાં રહેતા વિનોદ મકવાણાના ઘરના ફળિયામાં બાવળ હોય જે ત્રાસમાં હોવાથી તેની ડાળીઓ ફરિયાદીના મકાનમાં અડતી હોય જેથી મકાનની સીડીએ ઊભા રહી વિનોદભાઈને કહ્યું હતું કે આ બાવળની ડાળીઓ કાપી નાખો મારા ઘરને અડે છે અને મારે અહીંયા સિમેન્ટની થાંભલીઓ લગાવી છે. આ સાંભળી વિનોદ ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, આ ડાળીઓ તો નહીં કપાય તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો. બાદમાં તેની પત્ની ની પણ અહીં આવી હતી અને તે પણ બેફામ બોલવા લાગી હતી. ત્યારબાદ તેના પિતા ભીમજીભાઈ પણ આવી ગયા હતા.
મહિલાએ ગાળો દેવાની ના પાડતા ત્રણેય પથ્થરના ઘા કરવા લાગ્યા હતા જેથી મહિલા સીડી પરથી ઉતરી ઉતરી ગયા હતા. દરમિયાન મહિલાને કપાળનાભાગે પથ્થરનો ઘા વાગી જતા તેમને ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે આ અંગે પાડોશી પરિવાર વિદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application