BREAKING NEWS

કુવાડવા રોડ પાસે નોનવેજના ધંધાર્થી યુવક પરછ શખસેનેછરી અને પથ્થરથી હુમલો

  • May 08, 2026 09:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ કુવાડવા રોઠ પર મિત્રો સાથે ઉભેલા નોનવેજના ધંધાર્થી યુવાનને તે જ અમારા પર પોલીસ ફરીયાદ કરી હતી કહીં છરી અને પથ્થરવી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે બી ડીવિઝન પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ છ શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. સદર બજારમાં ખાટકી વાડમાં રહેતાં ઈમરાનભાઈ ગફારભાઈ ચૌહાણ (ઉં.વ.૩૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ફારૂક તથા પાંચેક
અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરની બાજુમાં મેઈન રોડ પર ચિકનની દુકાન ચલાવે છે. ગઈ તા.૦૬ ના બપોરના ત્રણેક વાગ્યે ઘરેથી બર્ગમેન બાઈક લઈ કુવાડવા રોડ લાતી પ્લોટમાં ખોળની દુકાને જવા માટે નીકળેલ અને બપોરના સવા ત્રણેક વાગ્યાની આસપાસ કુવાડવા રોડ શક્તિ હોટલ વાળી શેરીમાં પહોંચતા શિવશક્તિ એન્ટરપ્રાઈઝ પાસે રોડ પર મિત્ર અબ્દુલભાઈ કટારીયા, ઇમરાનભાઈ ભાવનકા તથા બદામ બાપુ બેઠેલ હોય જેને જોઈ બાઈક ત્યાં ઉભું રાખેલ અને
મિત્રો સાથે વાતચીત કરવા લાગેલ હતો. દરમિયાન યુવાનના ફોઈનો દીકરો ફારૂકભાઈ યુસુફ કટારીયા તથા અન્ય પાંચ અજાણ્યા શખસો ત્યાં આવ્યા હતા અને ફારૂક કહેવા લાગ્યો હતો કે, તે જ અમારા પર કુવાડવા પોલીસમાં ફરિયાદ કરાવી હતી, તેમ કહી ગાળો આપવા લાગેલ જેવી ફરીયાદી અને મિત્રોએ આ ફારુકને અગાઉની મેટર ભૂલી જવાનું કહી હાલ અહીંયાવી જતું રહેવાનું કહેતા અચાનક ફારૂકે તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ તેના નેફામાંથી છરી કાઢી આડેઘડ વારાફરતી ફેરવવા લાગેલ અને યુવાનના માવાનાભાગે પાછળ તથા શરીરના અલગ અલગ ભાગે ચરકા મારી ફારૂકે પીઠની નીચે મણકાની બાજુમાં સિધી છરીનો ઘા મારતા તે જીવ બચાવી શેરીમાં ભાગેલ અને તે દરમિયાન ફારૂક સાથેના બીજા ત્રણ અજાણ્યા શખ્સોએ બાજુમાં પડેલ પથ્થરના ઘા કરેલ અને શરીરે મુંક પહોંચાડેલ હતી. દરમિયાન ત્યાં હાજર મિત્રો વચ્ચે પડી યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો બાદમાં આ શખસો ત્યાંથી નાસી ગયા હતાં. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે મિત્રો પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે અને બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application