BREAKING NEWS

ગોંડલના ભગવતપરામાં આર્થિકભીંસના કારણે યુવાનનો ઝેરી દવા પી આપઘાત

  • May 29, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલનાં ભગવતપરામાં રહેતા યુવાને પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત નહી નિવડતા તેનું મોત નિપજયું હતું.
બનાવની પ્રા વિગત મુજબ ભગવતરામાં રહેતાં અને માર્કેટયાર્ડમાં મજુરીકામ કરતા જીજ્ઞેશભાઈ ધીભાઈ ભેડા નામનાં યુવાને બપોરનાં સુમારે પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ડો.સુખવાલા હોસ્પિટલ ખસેડાયો હતો.યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા પરીવાર શોકમ બન્યો હતો.
મૃતક જીજ્ઞેશભાઈ પરણિત હતા.લ થયે ત્રણ વર્ષ થયા હતા.સંતાન માં બે વર્ષનો દિકરો છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
જીજ્ઞેશભાઈ ત્રણ ભાઇઓનાં પરીવારમાં નાના હતા.
પરીવારનાં જણાવ્યાં મુજબ દોઢ વર્ષ પહેલા બીજા નંબરનાં ભાઇ એ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યેા હતો. ટુંકા સમય માં એક પરીવાર નાં બીજા દિકરાએ પણ આપઘાત કરતા પરીવાર હતપ્રત બન્યો હતો. જીજ્ઞેશભાઈ એ આર્થિક સંકડામણથી પગલુ ભર્યાનું પોલીસે જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application