BREAKING NEWS

ધોરાજીમાં યુવકે વીડિયો બનાવ્યા બાદ ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કર્યેા

  • October 12, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીમાં રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હમીદભાઈ ખલીફાએ વેગડી પાસે ભાદર નદી ખાતે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યારે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આપઘાત કરતાં પહેલાં હમીદભાઈ ખલીફાએ એક વીડિયો બનાવ્યો હોવાનું અને સુસાઈડ નોટ લખી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે. આ વીડિયો અને સુસાઈડ નોટમાં પાંચ વ્યકિતઓ દ્રારા ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લ ેખ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. જોકે, આક્ષેપો અંગેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ્ર થઈ શકશે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર બનાવમાં હમીદભાઈએ આપઘાત કરતાં પહેલાં વીડિયો બનાવ્યો હોવાનું અને સુસાઈડ નોટ લખી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. આ વીડિયો અને સુસાઈડ નોટમાં પાંચ વ્યકિતઓ દ્રારા દાદાગીરી કરી ભાડું લઈ જઈને ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લ ેખ હોવાના આક્ષેપ કર્યા છે, જેના કારણે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.જોકે સમગ્ર ઘટનાની પાછળનું સાચું કારણ શું છે, તે તમામ બાબતોની તપાસ થવી જરી છે. પોલીસ દ્રારા આ તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે ત્યારે જ સમગ્ર મામલાની વાસ્તવિક હકીકત સામે આવી શકશે.બીજી તરફ, ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારના સભ્યના અચાનક નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહને વધુ કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન વીડિયો અને સુસાઈડ નોટની વિગતો, તેમાં કરવામાં આવેલા આક્ષેપો તેમજ ઘટનાને લગતા અન્ય પુરાવાઓની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે, આમ, ધોરાજી નજીક વેગડી પાસે ભાદર નદી ખાતે રીક્ષા ચાલક હમીદભાઈ ખલીફાના આપઘાતની ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી છે. આપઘાત પહેલાં બનાવવામાં આવેલો વીડિયો અને લખવામાં આવેલી સુસાઈડ નોટ આ તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application