શાપરના કારખાનામાં કામ કરતી વખતે ગ્રાઈન્ડર મશીન માથામાં લગતા યુવકનું મોત
શાપરના કારખાનામાં કામ કરતી વખતે ગ્રાઈન્ડર મશીન માથામાં લગતા યુવકનું મોત
August 27, 2026 02:55 PM
રાજકોટ શાપરમાં કારખાનામાં કામ કરતી વખતે ગ્રાઈન્ડર મશીન માથાના ભાગે લાગતા ગંભીર ઇજા થવાથી યુવકે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો દરમિયાન તેનું લાંબી સારવાર બાદ આજે સવારે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપીનો અને હાલ શાપરમાં શીતળા માતાજીના મંદિર પાસે રહી કારખાનામાં મજૂરી કામ કરતો વિશાલ પુનર્વાસી રાજભર (ઉ.વ. 25)નો યુવક ગત તા. 4 ના રોજ શાપરમાં આવેલા કારખાનામાં ગ્રાઈન્ડર મશીનથી કામ કરતો હતો ત્યારે મશીન છટકી માથામાં લાગતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં 22 દિવસની લાંબી સારવાર દરમિયાન આજે સવારે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ બહેનમાં મોટો હતો અને ત્રણેક મહિના પહેલા જ લગ્ન થયા હતા. આગળની તપાસ શાપર પોલીસે હાથ ધરી છે.