૨ાજકોટમાં ૨૩ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

  • September 12, 2023 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨ાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે. શાસ્ત્રીનગ૨ (અજમે૨ા) પાસેથી જઈ ૨હેલા યુવકને અચાનક ચકક૨ આવતા જ ઢળી પડયો હતો અને ૧૦૮ મા૨ફતે સા૨વા૨ માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં મૃત જાહે૨ ક૨વામાં આવ્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ મુળ બગસ૨ાનો વતની અને ૨ાજકોટના કોઠા૨ીયા ૨ોડ પ૨ આવેલા આનંદનગ૨માં ૨હેતો નિમીત મુકેશભાઈ સાદ૨ાણી (ઉ.વ.૨૩)નામનો યુવક ગતસાંજે શાસ્ત્રીનગ૨ (અજમે૨ા) પાસે હતો ત્યા૨ે ચકક૨ આવતા ત્યાંજ પડી ગયો હતો. જોઈ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ૧૦૮ને જાણ ક૨તાં સા૨વા૨ માટે ખસેડાયો હતો પ૨ંતુ જીવ બચી શકયો ન હતો. બનાવની જાણ તાલુકા પોલીસને ક૨વામાં આવતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જ૨ી કાર્યવાહી ક૨ી હતી. મૃતક ૨ાજકોટમાં ૨હી દુકાનમાં નોક૨ી ક૨તો હતો, ગઈકાલે નવી નોક૨ી માટે ઈન્ટ૨વ્યું દેવા જતો હતો ત્યા૨ે જ આવેલો હદય૨ોગનો હત્પમલો જીવલેણ સાબિત થયો હતો. યુવાન પુત્રના મોતથી પ૨િવા૨માં આક્રદં સર્જાયો છે.


છ દિવસમાં ૨૩થી ૨૬ વર્ષ્ાના પાંચ યુવાઓના હદય૨ોગથી મોત
૨ાજકોટ શહે૨ અને જિલ્લામાં શઆતના સમયમાં યુવા સ્પોર્ટસમેનો સહિતના યુવકોનું હાર્ટએટેકથી મૃત્યુ થઈ ૨હયાં હતાં એ પછી સગી૨ વયના ચા૨થી વધુ છાત્રોનું શાળામાં જ હદયબધં પડી જતાં મોત નિપજયાના બનાવો નોંધાયા હતાં. એ પછીના ટુંકા સમય ગાળામાં ફ૨ી યુવાવયે હાર્ટએટેકથી મોત થવાના બનાવો સામે આવ્યાં છે. જન્માષ્ટમીના તહેવા૨ ઉપ૨ જ જેતપુ૨ પંથકની અંજના ગોંડલીયા (ઉ.વ.૨પ) નામની યુવતિ જેતપુ૨ના લોકમેળામાં ચકડોળમાંથી ઉત૨તાની સાથે જ ચકક૨ આવતાં ઢળી પડી હતી અને બેભાન હાલતમાં મૃત્યુ નિપજયું હતું, જયા૨ે જેતપુ૨નો જ બીજો બનાવ પંચવટી વિસ્તા૨માં બન્યો હતો. વિજય મેઘનાથી (ઉ.વ.૨૬)નામનો યુવક કામ ક૨તો હતો ત્યા૨ે આવેલો હદય૨ોગનો હત્પમલો જીવલેણ સાબીત થયો હતો. ત્રીજા બનાવમાં ૨ાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ પાસે જન્માષ્ટમીના કાર્યક્રમ દ૨મિયાન જતીન સ૨વૈયા (ઉ.વ.૨પ) નામનો યુવક બેભાન થઈ જતાં મોત થયું હતું, ગઈકાલે ૨ાજકોટના કોઠા૨ીયામાં કા૨ખાનામાં કામ ક૨તી વખતે જસમીન મુકેશભાઈ વઘાસીયા (ઉ.વ.૨૪)નામનો યુવક ચકક૨ આવતા ઢળી પડયો હતો અને સા૨વા૨ માટે સિવિલમાં ખસેડતાં ફ૨જ પ૨ના તબીબે મૃત જાહે૨ કર્યેા હતો. પાંચમાં બનાવમાં શાસ્ત્રીનગ૨ અજમે૨ા પાસે નિમીત સાદ૨ાણી (ઉ.વ.૨૩)નામના યુવકને ચકક૨ આવી જતા ૨ોડ પ૨ જ પડી ગયો હતો અને હોસ્પિટલે પહોંચાડતાં તેને મૃત જાહે૨ ક૨વામાં આવ્યો હતો. આમ પાંચ દિવસમાં પાંચ યુવકોના હાર્ટએટેકના કા૨ણે મોત થયા હોવાનું સામે આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application