ભાણવડ તાલુકાના જંબુસર ગામે રહેતા કમલેશભાઈ નથુભાઈ સિદાલ નામના 45 વર્ષના ભરવાડ યુવાનને ગઈકાલે મંગળવારે એકાએક છાતીમાં દુખાવો ઉપાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની શીતલબેન કમલેશભાઈ ભરવાડ (ઉ.વ. 42) એ ભાણવડ પોલીસને કરી છે.
સલાયામાં મહિલા સાથે બોલાચાલી કરી ધમકી આપતા મહિલાઓ સહિત ત્રણ સામે રાવ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે હુસેની ચોક વિસ્તારમાં રહેતા રીઝવાનાબેન દાઉદભાઈ તાલબ જાડેજા નામના 22 વર્ષના પરિણીત મુસ્લિમ ભડેલા મહિલા સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને સલાયાના રહીશ નિઝામ તાલબ જાડેજા, રિયાના નિઝામ જાડેજા અને નઝમા નબીલ કેર નામના ત્રણ વ્યક્તિઓએ બિભત્સ ગાળો કાઢી, ઈંટનો ઘા ફટકારીને ઇજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application