મોરબીમાં ફડસર ગામની સીમમાં આવેલ ખરાબમાં એક ઇસમેં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો અને સગેવગે કરે તે પૂર્વે પોલીસ ટીમે રેઈડ કરી ખરાબામાં છુપાવી રાખેલ ૫ લાખથી વધુનો ૧૧૬૪ બોટલ દાનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફડસર ગામની સીમમાં આરોપી કરણ ભરત કુંભારવાડિયાએ ખેતર સામે આવેલ ખરાબામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને દાનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરતો હોવાની બાતમી મળી હતી. બાતમીને પગલે તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી સીમમાં આવેલ ખરાબામાંથી ઈંગ્લીશ દાની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નગં ૧૧૬૪ કીમત રૂા. ૫,૪૧,૨૬૦નો મુદામાલ કબજે લીધો છે. આરોપી કરણ ભરતભાઈ કુંભારવાડિયા (રહે. ફડસર તા. મોરબી) હાજર મળી આવ્યો ન હતો જેથી ટીમે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે