BREAKING NEWS

જેતપુરનો યુવાન વ્યાજખોરના ચુંગાલમાં ફસાયો ભાયાવદરના દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

  • July 13, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં જુનાગઢ રોડ પર રણુજા સોસાયટીમાં રહેતા વિજય મૂળજીભાઈ વાળા (ઉ.વ.૪૦) નામના યુવાને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાયાવદરમાં રહેતા વત્સલ કૂંડારીયા તેની પત્ની જીન્કલ અને કુતિયાણાના ઈશ્વરીયા ગામે રહેતા હાર્દિક હરેશભાઈ ઠાકરાણીના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૫ માં તેને દવાખાનાનો ખર્ચ આવ્યો હોય જેથી પૈસાની જર પડતા ભાયાવદર ખાતે રહેતા સંબંધી અશોકભાઈ રાઠોડને વાત કરી હતી અને ગાડી ગીરવે મૂકી પૈસા અપાવી દેવાનું કહ્યું હતું. જેથી અશોકભાઈએ તેના પરિચિત સુધીર પરમારને વાત કરતા ભાયાવદરના વત્સલ કુંડારીયા પાસે કાર ગીરવે મૂકી પૈસા મેળવી દેવાની વાત કરતા યુવાન તથા તેના સંબંધી ભાયાવદરના વત્સલ પાસે ગયા હતા અને દોઢ લાખ પિયાની જરત હોય યુવાને પોતાની અમેઝ કાર નંબર જીજે ૧ એચઝેડ ૯૧૯૧ ગીરવે મૂકી હતી. જેથી વત્સલે પિયા ૯૯,૦૦૦ ગુગલ પેમાં ટ્રાન્સફર કર્યા હતા અને . ૧,૦૦૦ ગાડીનું લખાણનો ખર્ચ કહી કાપી લીધા હતા. પૈસાના બદલામાં સિકયુરિટી પેટે યુવાનની સહિ કરેલા બે કોરા ચેક લઈ લીધા હતા. ત્રણ ચાર દિવસ પછી . ૩૫,૦૦૦ જી પે મારફત આપ્યા હતા અને ૧૦ ટકા વ્યાજના એડવાન્સ પિયા ૧૫,૦૦૦ કાપી લીધા હતા. બાદમાં યુવાને વત્સલના પત્ની જીંકલબેનને પિયા ૭૦૦૦ વ્યાજ પેટે આપ્યા હતા અને ૮૦૦૦ દેવાના બાકી હોય જેથી ઝીંકલ અવારનવાર ફોન કરી વ્યાજના પિયા ૮,૦૦૦ બાકી છે તે પહોંચાડી દો તેમ કહેતી હતી. ત્યારબાદ યુવાને ૧૦,૦૦૦ આપ્યા હતા. થોડા દિવસ બાદ વત્સલ યુવાનના ઘરે આવ્યો હતો જેથી યુવાને ફરી પિયા ૧૦,૦૦૦ આપ્યા હતા તેના થોડા દિવસ પછી જીન્કલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા પતિને પૈસાની જર છે જેથી તમે મને બધા પૈસા આપી દો બીજા દિવસે વત્સલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારે પૈસાની જર હોય જેથી પૈસા આપી દે. યુવાન પાસે પૈસાની સગવડ ન થતા સુધીર પરમાર ને વાત કરતા કુતિયાણાના ઇશ્વરીયા ગામે રહેતા તેના સંબંધી હાર્દિક ઠકરાણીને ત્યાં ગાડી ગીરવે મૂકી પિયા એક લાખ લીધા હતા. વત્સલના કહેવાથી યુવાન સાથે આવેલા તેના મિત્રને તે પિયા આપ્યા હતા અને હાર્દિકે કહ્યું હતું કે બીજા ચાલીસ હજાર હત્પં તમને ઉપલેટા લખાણ કરીને આપીશ. બે ત્રણ દિવસ બાદ ઉપલેટા આવતા ગાડીનું લખાણ કરી આપતા . ૩૫,૦૦૦ આપ્યા હતા જેમાં એડવાન્સ પિયા ૫,૦૦૦ કાપી લીધા હતા અને પાંચ ટકા વ્યાજ આપવું પડશે તેવું હાર્દિકે કહ્યું હતું. ત્યારબાદ યુવાનની હાજરીમાં સુધીરભાઈના ખાતામાં પિયા ૩૫,૦૦૦ ગુગપ પે કરાવ્યા હતા. પાંચેક દિવસ પછી વત્સલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારા . ૫૦,૦૦૦ આપેલા નથી તમે સુધીરભાઈના ખાતામાં ગુગલ પે પૈકી ૩૫ હજાર પિયા નાખેલા છે જે મને આપેલા નથી અને પોતે પોતાની પાસે રાખ્યા છે. જેથી હત્પં ચેક રિર્ટન કરાવીશ ત્યારબાદ વત્સલની પત્ની જીંકલબેનના નામથી ચેક બાઉન્સની વકીલ મારફત યુવાનને નોટિસ આવી હતી. આમ યુવાને વત્સલ કૂંડારીયા પાસેથી .૧.૫૦ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હોય તેના બદલામાં વ્યાજના પિયા ૪૨,૦૦૦ આપી દીધા હતા છતાં તેણે અને તેની પત્ની ઉઘરાણી કરી ચેક બાઉન્સ કરાવ્યા હતા. તેમજ હાર્દિક પાસે કાર ગીરવે મૂકી ૧.૪૦ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. જેને વ્યાજ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરતો હોય યુવાને ત્રણેય શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવતા ભાયાવદર પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application