રાજકોટ જેતપુરના યુવાનનો મિનિ ટ્રક રાજકોટના શખસે બારોબાર વેંચી નાંખી .૬.૭૫ લાખની છેતરપિંડી કર્યા અંગે ગોંડલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જેતપુરમાં બાપુની વાડીએ રહેતાં આરીફભાઇ હનીફભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોહિત બટુક બારૈયા (રહે.રાજકોટ) નું નામ આપી જણાવ્યું હતું કે, તે રીક્ષા–ડ્રાઇવીંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. યુવાન પાસે અશોક લેલન્ડ બડા દોસ્ત ગાડી નં.જીજે–૨૫–યુ–૮૭૩૩ હતી. જે ગાડી પર કોતા ફાઇનાન્સીયલ કંપનીમાથી .૫ લાખની લોન કરાવેલ હતી. જે લોનનો માસીક .૧૫ હજારનો હો રાખેલ હતો. ચારેક હા ભરેલ હતા. બાદ પૈસાની જર પડતા આ ગાડી વેચી દેવી હોય જેથી આ ગાડીની ફેસબુક એકાઉન્ટમાં તા.૨૧૦૮૨૦૨૫ ના રોજ જાહેરાત આપેલ હતી. જે જાહેરાત આપ્યા બાદ જાહેરાતના આઘારે રાજકોટથી મોહીત બારૈયાનો ગાડી ખરીદવા માટે ફોન આવ્યો હતો.આ ગાડી બાબતે વાતચીત થયેલ હતી. બાદ વાતચીત થયેલ તે પ્રમાણે તા.૨૮૦૮૨૦૨૫ ના તેઓ ગાડી લઇને ગોંડલ કોર્ટ પાસે ગયેલ અને ત્યા આ મોહીત સાથે બ મુલાકાત કરી ગાડી .૭.૪૫ લાખમા આરોપીને વેંચાણ કરેલ જેમાથી તેઓએ રોકડા .૭૦ હજાર આપેલ હતા. બાકીના પીયા ગાડીની કોસ્ટા ફાઇનાન્સીયલમાં લોન ચાલુ હોય જેના બાકી ૪૫ હાના એક હો .૧૫ હજાર નો હોય એમ કુલ ૪૫ હાના .૬.૭૫ લાખ ભરવાની જવાબદારી આ મોહીતએ લીધેલ હતી. જે નક્કી થયેલ તે અંગેનો નોટરી કરાર પણ કરેલ હતો. ત્યારબાદ ગાડી મોહીતને સોંપી દીધેલ હતી.બાદ સપ્ટેમ્બર મહીનાનો હો આરોપીએ ભરેલ ના હોય જેથી તેઓને હો ભરી દેવા માટે ફોન કરતા તેને બે–ત્રણ દીવસમા હો ભરી દેવાનુ કહીં તેનો ફોન બઘં કરી દીધેલ હતો. આજ સુધી એક પણ હો ભરેલ નથી. આરોપી હા ભરતા ના હોય અને લોન ફરીયાદીનાં નામની બોલતી હોય જેથી ફાઇનાન્સીયલ કંપનીના માણસો ઘરે હા ઉઘરાવવા માટે આવતા હતાં.છતાં થોડા ટાઇમમા આ મોહીત હા ભરી દેશે તે વિશ્વાસે બેસેલ પરંતુ તેને આજ સુધી હો ભરેલ ના હોય અને ગાડી પરત માંગતા ગાડી પણ પરત ન આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.