રાવલીયા પ્લોટનો યુવાન બે-બે લીટર વ્હીસ્કીની પાંચ બોટલ સાથે ઝડપાયો

  • June 06, 2025 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાવલિયા પ્લોટમાં રહેતા યુવાનને જુની કોર્ટ પાછળથી બે-બે લીટર વ્હીસ્કી ભરેલી પાંચ બોટલ દા‚ સહિત ૮૪૧૦ ના મુદામાલ સાથે પકડી લીધા બાદ તેને માલ આપનાર છાંયાના ઇસમ સામે પણ એફ.આઈ.આર.થઇ છે. પોરબંદરના રાવલિયા પ્લોટ શેરી નં-૩ માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ હરકિશન રાયમગીયાને જુની કોર્ટ પાછળ લક્ષ્મીનારાયણના મંદિર પાસેથી બે-બે લીટર વ્હીસ્કી ભરેલી પાંચ બોટલ દા‚ સહિત ૮૪૧૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યા બાદ તેની પુછપરછ કરવામાં આવતા આ દા‚ તેને છાંયાના પ્રકાશ પાંજરીએ પુરો પાડ્યાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધીને શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application