લોધિકાના રાવકી ગામે રહેતાં ભરત વાલજીભાઈ ડાંગર (ઉ.વ.૩૩) ની ગઈકાલે સવારે કારમાંથી લાશ મળી આવી હતી. શંકાસ્પદ જાણાતા આ બનાવનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબી લોધિકા પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ પુછતાછ કરતા સરકારી ખરાબાની જમીન બાબતેની માથકૂટમાં યુવાનની હત્યા કર્યાનુ તપાસમાં ખુલ્યુ છે. આ પહેલા સરકારી દાની મહેફિલમાં પણ બોલાચાલી થઇ હતી. બનાવ અંગે મેટોડા જીઆઇડીસીમાં રહેતાં રેખાબેન ચિરાગભાઈ બગડા (ઉ.વ.૩૬) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય ઉર્ફે જીગો રમેશ ડાંગર અને કટ્ટી કેશુ બગડા (રહે. બંને રાવકી) નું નામ આપ્યું છે. બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાવકી ગામમાં એસેન્ટ કારમાંથી ભરતભાઈ બેભાન હાલતમાં મળી આવતાં તેને રાજકોટની સિવિલમાં ખસેડાયા હતા. જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બનાવ શંકાસ્પદ હોવાથી મોતનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતં તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવાયુ હતું. સાથો–સાથ લોધિકા પોલીસે તપાસ શ કરી હતી.તપાસના અંતે બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ્ર થયું હતું. ભરતભાઈની હત્યામાં તેના જ કૌટુંબિક ભાઈ વિજય ઉર્ફે જીગો ડાંગર અને મિત્ર કટ્ટી બગડાની સંડોવણી ખુલ્યુ હતું. દરમિયાન એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી અને પી.એન.ભરવાડ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ લોધિકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આઇ.ડી.સરવૈયા તથા સ્ટાફે તપાસમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, બંને આરોપી મૃતકની એસેન્ટ ન.ં જીજે ૫ સીકયુ ૦૪૮૩ સાથે લોધિકાના માખાવડ ચોકડી પાસે છે જેથી પોલીસે બંને આરોપી વિજય ઉર્ફે જીગો રમેશભાઇ ડાંગર (ઉ.વ.૨૬) અને જીજ્ઞેશ ઉર્ફે કટી કેશુભાઇ બગડા(ઉ.વ. ૩૩) (રહે. બંને રાવકી) ને ઝડપી લીધા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ ખુલ્યું છે કે, મૃતક અને આરોપીઓ સાથે રાત્રે સાથે જમ્યા હતા અને દાની મહેફિલ પણ માણી હતી. ત્યારે પણ બોલાચાલી થઇ હતી. સવારે બંને વચ્ચે ફરી ઝઘડો થતાં ગાળાગાળી–લાફાવાળી થયા બાદ બંને આરોપીઓએ મૃતકને ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ત્યાર બાદ લાશ એસેન્ટ કારમાં મુકી દીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી વિજયે રાવકીમાં સરકારી ખરાબાની જમીનમાં કબજો કર્યેા હતો.જે જમીન મૃતક ભરતે ખાલી કરાવી હતી. બાદમાં આ ભરતે આ જમીન પર કબજો જમાવી દીધો હોવાની શંકા રાખી માથાકૂટ કરી યુવાનની હત્યા કરી નાખ્યાનું સામે આવ્યું છે. મૃતકને સંતાનમાં એક અઢી વર્ષની પુત્રી અને આઠ મહિનાનો એક પુત્ર છે.