રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર રહેતાં યુવકે ઇન્સ્ટાગ્રામ પર આવેલ એડ પર ક્લીક કરી શેરબજારમાં વધુ નાણા કમાવવાની લાલચમાં સાયબર ગઠીયા એ યુવક સાથે 2.59 લાખની છેતરપિંડી કર્યાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એરપોર્ટ રોડ પર જયગીત સોસાયટી શેરી નં.૦૧ માં રહેતાં જયસેન ગોવીંદભાઈ મહાબોધી ઉ.વ.૩૫ એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટ ધારક સહિતના શખ્સોના નામ આપતા ચિટોરો સામે છેતરપીંડી, આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ છે.
જયસેન મહાબોધિએ જણાવ્યું હતું કે, તેઓ પ્રાઇવેટ નોકરી કરતા હોવાનું તેમજ તેઓએ ૬/૦૪/૨૦૨૫ના ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોય હતી જેમાં લખેલ હતુ કે, શેરબજારની ટીપ્સ મેળવીને સારૂ રીટર્ન મેળવો, જેથી તેઓએ આ એડ પર ક્લીક કરેલ જેમા ક્લીક કરતા તેઓ આઈબી ડેવલપમેન્ટ ટીમના વોટસએપ ગૃપનો હીસ્સો બનેલ હતાં. જેમા અન્ય ઘણા આ લીંક ઉપર ક્લીક કરી સભ્ય બનેલ હતા.
આ વોટસએપ ગૃપના એડમીન દિવ્યા શાહ તરીકે લખાયેલ હતુ,આ ગૂપમા જે સભ્યો હતા તેમને આ દિવ્યા શાહ દ્વારા શેર ખરીદવા અંગે અલગ-અલગ સૂચના અને સલાહ આપવામાં આવતી, તેમણે શેરબજાર વિશે વ્હોટ્સએપ ચેટ તથા એપ પર સમજાવતા તેમના1 વિશ્વાસમાં આવી ગયેલ હતાં. જે બાદ ચેટીંગમા પ્રાથમીક વાતચીત બાદ તે વ્યક્તીએ જણાવેલ કે, તમારે એક એકાઉન્ટ ખોલવુ પડશે, હુ તમને લીંક મોકલુ છું. જેથી તેમણે મોકલેલ લીંક પર કલીક કરતા play store પર એક એપ બતાવેલ જે IBPI નામથી હતી.
તેઓએ એકાઉન્ટ બનાવેલ જેમા પાનકાર્ડ, બેંક ડીટેલ માંગેલ હોય જે આ એપ પર આપેલ તે બાદ એક એકાઉન્ટ ખુલી ગયેલ. આ વોટસએપ ગૃપમા રોજે-રોજ એડમીન દ્વારા અલગ અલગ શેર ખરીદવા જણાવવામાં આવતુ. જે એકાઉન્ટ થકી શેરની લે-વેચ કરવાની જાણકારી મળી હતી. સામાવાળાએ તા.૨૩/૦૪/૨૦૨૫ એક સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા જણાવતાં જે પ્રમાણે શેર ખરીદતા ગયેલ. સૈા પ્રથમરૂ. ૧૦ હજારર્નું રોકાણ કરેલ જે બાદ અલગ અલગ સમયે ફુલ 2.49 લાખ ટ્રાન્સફર કરેલ હતા.
જે એપમાં શેરના ભાવ વધતા નફો તેમજ ભાવ ઘટતા નુકશાન બતાવતુ હતું, જે મુજબ જે શેરમા રોકાણ કરેલુ તેના ભાવ વધતા તેઓને કુલ રૂ.૧૨,૨૯,૯૧૬ નુ પ્રોફીટ સહીત એપ અકાઉન્ટ પર બતાવતા હતા. જે બાદ પૈસાની જરૂર ઉભી થતા તેઓએ શેરની એપમા તમામ શેર વેંચી નાખેલ હતાં. જે વેંચેલ શેરની રકમ અમારા એપ ઉપરના એકાઉન્ટમા બતાવતી હતી. તે એપના એકાઉન્ટમાથી બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કાર્યવાહી કરતા એક નોટીશ આવેલ જેમા અલગ અલગ ટેક્સ ભરવા બાબતે જણાવવામાં આવ્યું હતું.
જેથી તેઓએ તે નોટીસ તેમના મિત્ર અખીલભાઇ વાઘેલાને બતાવતા તેઓએ જણાવેલ કે, કોઇ કંપની કે કોઈ એપ જો સાચી હોય તો આ રીતે નોટીરા મોકલતી નથી. જેથી ફ્રોડ થયાનું ધ્યાને આવતા ફરીયાદ નોંધાવી હતી જે અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એસ.એન.રાણે અને ટીમે ચલાવી રહ્યા છે.