BREAKING NEWS

હેરસલુનની દુકાન ચાલવતા યુવાને ૧૭થી ૩૪ ટકા વ્યાજ ચૂકવ્યું છતાં પઠાણી ઉઘરાણી

  • May 15, 2026 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ હેરસલુનની દુકાન ચલાવતા યુવાને બીમાર માતાની સારવાર માટે વ્યાજે નાણાં લીધા બાદ અજગર ભરડામાં ફસાયો હતો. યુવાન પાસેથી ૧૭ થી લઇ ૩૪ ટકા જેટલું તોતીંગ વ્યાજ વસૂલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી દુકાનને તાળા મારી દેવાની ધમકી આપતા અંતે યુવાને આ અંગે પ્ર.નગર પોલીસે મથકમાં છ શખસો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલા વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્યપભાઈ રમેશભાઈ લખતરીયા (ઉ.વ.૩૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અક્ષય ઝાલા (ગજાનદં એન્ટરપ્રાઇઝ, હનુમાન મઢી ચોક) ધર્મેશ ચાઉં (સોમનાથ ફાઇનાન્સ રામાપીર ચોકડી, ઉદય હોલ પાસે), મનોજ પંડા (સાક્ષી એન્ટરપ્રાઇઝ, ભકિત સર્કલ પાસે જલારામ ચોક), દેવેન્દ્ર ચુડાસમા (રેલનગર), રોનક ભટ્ટ (મામાદેવ એન્ટરપ્રાઇઝ, ગોંડલ રોડ) અને પ્રકાશ સોનારા (રહે.ખંઢેરી, રાજકોટ) ના નામ આપ્યા છે. યુવાને ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં માતા મધુબેન તથા નાના ભાઇ નિલેશભાઇ સાથે રહે છે અને જામનગર રોડ, નાગેશ્વર સોસાયટી, ભવાનીચોક, અજમેરા કોમ્પલેક્ષમાં આર.કે. બાર્બર શોપ નામની દુકાન ચલાવે છે.
એક વર્ષ પહેલાં માતા મધુબેનને શ્વાસની બીમારી તથા પગના સ્નાયુ ખેંચાઇ ગયા હોય જેથી હોસ્પીટલનાં કામે પીયાની જર પડતાં તેમની દુકાને બાલ દાઢી કરાવવા આવતા અક્ષય ઝાલા જેની ઓફીસ ગજાનદં એન્ટરપ્રાઈઝ હનુમાન મઢી ચોકમાં આવેલી છે. તેની પાસેથી .૪૦ હજાર ૧૦૦ દિવસની ડાયરી ઉપર માસીક ૧૭ ટકા વ્યાજથી લીધેલ હતા. આ અક્ષયએ વ્યાજનાં .૮ હજાર કાપી . ૩૨ હજાર આપ્યા હતા. તેને કટકે કટકે .૧૪ હજાર ચુકવી દીધેલ તેમ છતા તે . ૪૦ હજારની પઠાણી ઉઘરાણી કરે છે અને સહી કરેલ બે કોરા ચેક તેને લઈ લીધા છે.
ધર્મેશ ચાઉં જેની ઓફીસ સોમનાથ ફાઈનાન્સ રામાપીર ચોકડી, ઉદય હોલ પાસે આવેલ છે તેની પાસેથી . ૩૦ હજાર ૧૦૦ દિવસની ડાયરી ઉપર માસીક ૧૭ ટકા વ્યાજથી લીધેલ હતા. તેને વ્યાજનાં .૬ હજાર કાપી .૨૪ હજાર આપેલ હતા. તેને કટકે કટકે . ૧૮ હજાર ચુકવી દીધેલ છતા .૧૨ હજારની પઠાણી ઉઘરાણી કરી બે સહી કરેલ કોરા ચેક પડાવી લીધા છે. મનોજ પંડયા જેની ઓફીસ સાક્ષીએન્ટર પ્રાઇઝ ભકિતનગર સર્કલ પાસે, જલારામ ચોક ખાતે આવેલ છે, તેની પાસેથી .૪૦ હજાર ૧૦૦ દિવસની ડાયરી ઉપર માસીક ૧૨ ટકા વ્યાજથી લીધેલ હતા. તેને કટકે કટકે .૨૦ હજાર ચુકવી દીધેલ છતા .૨૦ હજારની પઠાણી ઉઘરાણી કરે છે.દેવેન્દ્ર ચુડાસમા પાસેથી . ૩૦ હજાર ૧૦૦ દિવસની ડાયરી ઉપર માસિક ૧૭ ટકા વ્યાજથી લીધા હતાં. તેને .૧૪ ચુકવી દીધેલ છતા તે .૧૬ હજારની પઠાણી ઉઘરાણી કરે છે.
આ સિવાય રોનક ભટ્ટ જેની ઓફીસ મામાદેવ એન્ટરપ્રાઇઝ ગોંડલ રોડ પર આવેલી છે તેની પાસેથી . ૨૦ હજાર ૫૦ દિવસની ડાયરી ઉપર માસીક ૩૪ ટકા વ્યાજથી લીધા હતા તેને .૬ હજાર ચુકવી દીધેલ છતા .૧૪ હજારની પઠાણી ઉઘરાણી કરે છે. પ્રકાશ સોનારા પાસેથી .૩૦ હજાર માસીક ૧૦ ટકાનાં વ્યાજે લીધા હતાં. જેના બદલામાં . ૧૮ હજાર આપ્યા છે. છતા .૧૮ હજારની પઠાણી ઉઘરાણી કરતો હતો.
યુવાનને હાલમાં ધંધો ચાલતો ન હોય અને માતા પણ બીમાર હોય જેથી પીયા ન હોવાથી વ્યાજની રકમ એક માસથી આપી શકયો નથી. જેથી આ શખસો દુકાને અવાર–નવાર આવી ગાળો આપી હેરાન કરતા હતા અને વ્યાજનાં પીયા નહીં આપે તો દુકાનને તાળુ મારી દેવાની ધમકી આપતા હોય અંતે યુવાને ફરિયાદ નોંધાવી બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી વ્યાજખોર શખસો વિદ્ધ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News