BREAKING NEWS

મોરબીમાં હીટ એન્ડ રન: પગપાળા જતા યુવાનને અજાણ્યા વાહને ઠોકરે લેતા મોત

  • February 21, 2026 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મોરબીમાં માળિયા ફાટક રહેતો યુવાન પગપાળા જતો હતો ત્યાર કોઇ અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દીધો હતો. જયારે અકસ્માતના અન્ય બનાવમાં ગોંડલના ઉંબાળા ચોકડી પાસે ટ્રેકની હડફેટે ખેતમજુર યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં ટુંકી સારવાર બાદ યુવાનનું મોત થયું હતું.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં ઉંબાળા ચોકડી પાસે આવેલી વાડીએ ખેતમજુરીનુ કામ કરનાર યુવાન ગોવિંદ કીલુ સીંગાડ(ઉ.વ. ૨૦) ગઇકાલે બપોરના ચાલીને પીપળીયા પુલ પાસે જતો હતો ત્યારે ટ્રકે હડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. યુવાન મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાનું માલુમ પડયું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.


જયારે અન્ય એક બનાવમાં મોરબી કાંતીનગર માળિયા ફાટક પાસે રહેતો મૂળ યુપીનો વતની યુવાન ગઇકાલે બપોરના ચાલીને ટીંબળી પાટીયા પાસેથી પસાર થતો તો હતો ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. યુવાન મૂળ યુપીના ખુશીનગર જિલ્લાના ચોરહાન ગામનો વતની છે. યુવાનને સંતાનમાં બે પુત્ર છે. યુવાન ડ્રાઇવીંગકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ગઇકાલે નોકરી પુરી કરી ધરે જતો હતો દરમિયાન આ ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application