BREAKING NEWS

ખોરાણામાં સાળાને ગાળો આપતા શખસને ટપારતા યુવક પર છરી વડે હુમલો

  • August 04, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ખોરાણા ગામે સાળાને ગાળો આપતા શખસને ટપારતા યુવક ઉપર છરી વડે હુમલો કરવામાં આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને 20 જેટલા ટાકા આવ્યા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસે હુમલો કરનાર પુત્ર અને મદદગાર પિતા સામે ગુનો નોંધ્યો છે. રાજકોટના નાના મવા પાસે હરિદ્વાર એવનની બાજુમાં આવેલા આવાસ ક્વાર્ટર નજીક રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા વિજય મનસુખભાઈ ભોજાણી (ઉ.વ.24)ના ગઈકાલે પત્ની સાથે સસરાના ઘરે ખોરાણા ગામે ગયો હતો ત્યારે ગામના ફાટક પાસે સાળા કેવલ સાથે ચા પાણી પીતી વખતે પારસ રાજેશભાઈ વાઘેલા ત્યાં આવ્યો હતો. આથી યુવકે પાર્ટ્સને કહ્યું હતું કે, તું કેમ મારા સાળા સાથે બોલાચાલી કરી ગાળો આપે છે, આથી ઉશ્કેરાયેલા પારસે નેફામાંથી છરી કાઢી તેના પિતાએ યુવકને પકડી રાખી હુમલો કરતા યુવકને ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને 20 જેટલા ટાકા લેવા પડ્યા હતા. બનાવ અંગે યુવકની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે પારસ અને તેના પિતા રાજેશભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application