રાજકોટમાં ઓનલાઇન છેતરપીંડીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સાયબર પોલીસ દફતરે નોંધાયો છે જેમાં રાજકોટમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં વર્કશોપ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકને ફેસબુક મારફતે રિક્વેસ્ટ મોકલી રિક્વેસ્ટ એકસેપ કરતા યુવકને ફોરેન એક્સચેન્જ માં ઊંચા નાણાં કમાવાની લાલચ આપી પ્રથમ 500 ડોલર નો નફો દેખાડીયા બાદ સાત લાખનું રોકાણ કરાવી 6.91 લાખની ચીટરે છેતરપિંડી આચર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટમાં રૈયા સર્કલ નજીક અક્ષર પાર્ક એકમાં રહેતા અને લુમિયન એન્જિનિયરિંગ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વર્કશોપ મેનેજર તરીકે નોકરી કરતા સંજયભાઈ રાયધનભાઈ ડાંગર ઉમર 36 વાળાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ જણાવ્યા મુજબ ગત તારીખ 2/ 6 /25ના તેના ફેસબુક આઇડી પર એક અજાણી વ્યક્તિ એ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ નિશા અગ્રવાલ હોવાનું જણાવી શેરબજાર અને ફોરેન એક્સચેન્જમાં રોકાણ બાબતે વાતચીત કરતા પોતે શેરબજાર નું કામકાજ કરતા હોય પોતે ઇન્ટરેસ્ટ દેખાડ્યો હતો.
જેથી નિશા અગ્રવાલ એ તેનો વોટ્સએપ મોબાઈલ નંબર આપ્યો હતો અને ઇન્સ્ટાગ્લોબલ લિમિટેડ નામની કંપની છે અને તે ફોરેન એક્સચેન્જમાં એનએફપીમાં નાણાનું રોકાણ કરવાનું કામ કરે છે અને સારો એવો નફો કમાય છે જેથી તેમાં રોકાણ કરવાનું સૂચન આપ્યું હતું અને ત્યારબાદ વોટ્સએપમાં એક લિંક મોકલી હતી.
જે લિંક વાળી વેબસાઈટ ઓપન કરતા તેમાં ફરિયાદીનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની વિગતો માંગતા સબમીટ કરી હતી અને યુઝરનેમ તેમજ પાસવર્ડ બંને આપ્યા હતા. ત્યારબાદ ટેલિગ્રામ એપ્લિકેશન માંથી એપ્લિકેશનમાં જોઈન્ટ થવાનું કહ્યું હતું અને તેનું વોલેટમાં એક મેનુ આપેલ હતું જેમાં ક્લિક કરતા ટેલિગ્રામમાં ચેટ થી વાતચીતમાં જણાવ્યું હતું કે એનએફપી માં રોકાણ માટે એલીજીબલ છો.
ત્યારબાદ ટેલિગ્રામ એપ્લિકેશન મારફત 40,000 થી ટ્રેડિંગ કરવું પડશે જેથી યુવકે તૈયારી બતાવી હતી અને એચડીએફસી બેન્કના એકાઉન્ટ નંબર આપ્યા હતા અને તેમાં 40,000 ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ વોલેટમાં 500 ડોલર દર્શાવી બાદ યુવકના હોલેટમાં 609 ડોલરનો નફો બતાવ્યા બાદ ટ્રેડિંગ કરાવેલ હતું અને સારો એવો નફો મળતો હતો જેથી સામેવાળાએ જો તમારે વીડ્રો કરવી હોય તો વી ડ્રો કરી શકશો તેમ કહ્યું હતું જેથી બુલેટમાંથી 100 ડોલર વિડ્રો કરતા 8,000 જમા થયા હતા જેના કારણે વિશ્વાસ બેસી ગયો હતો.
ત્યારબાદ યુવકે બે લાખ ટ્રાન્સફર કર્યા હતા આમ કટકે કટકે કુલ સાત લાખ ચાલીસ હજાર જેવી રકમ ટ્રાન્સફર કરી હતી ત્યારબાદ યુવકના ટેલિગ્રામમાં મેસેજ આવેલ કે તમે વીડ્રોની રકમ ત્રણ દિવસ પછી ઉપાડી શકશો પરંતુ સમય વીતી ગયા છતાં રૂપિયા વીડ્રોન થતાં પોતે ફસાયા હોવાનું ધ્યાને આવ્યું હતું આમ યુવક સાથે 6.91 લાખની છેતરપિંડી થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.