BREAKING NEWS

કેકેવી હોલ પાસે યુવકને અજાણ્યા ફુગ્ગાવાળાએ છરીના ઘા ઝીકી દેતા ગંભીર

  • December 23, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




શહેરના કેકેવી હોલ પાસે યુવક સાથે અજાણ્યા ફુગ્ગાવાળાએ ઝગડો કરી પડખામાં છરીના બે ઘા મારી દેતા યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ નેપાળનો અને રાજકોટમાં રહી છૂટક મજૂરી કામ કરતો ગોપાલ નવરાજભાઈ સાઉદ (નેપાળી) (ઉ.વ.24)નો ગઈકાલે રાત્રે દશેક વાગ્યે કેકેવી હોલ પાસે હતો ત્યારે કોઈ અજાણ્યા ફુગ્ગા વાળા સાથે ઝગડો થતા યુવકે તેને ધક્કો મારતા શખ્સ નીચે પડી ગયો હતો બાદમાં ઉભો થઈને નેફામાં રહેલી ચાકુ વડે યુવકને પડખાના ભાગે બે ઘા મારી દેતા યુવકે દેકારો મચાવ્યો હતો. આસપાસના લોકો એકઠા થવા લ;લાગતા શખ્સ નાશી છૂટ્યો હતો. યુવકને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. યુવક બેભાન હાલતમાં હોવાથી ઝગડો ક્યાં કારણોસર અને કોણે કર્યો એ અંગે પોલીસ વિગતો જાણી શકી નથી, હાલમાં પોલીસે યુવકના ભાઈ ચેતમાન નવરાજભાઇ સાઉદ (રહે.નાના મવા રોડ પેટ્રોલ પંપ પાસે ગાંધી સ્કુલ પાસે)ની ફરિયાદ પરથી અજાણ્યા ફુગ્ગા વાળા સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application