શહેરના સોરઠીયાવાડી બગીચામાં બેઠેલા યુવાન સાથે બે શખસોએ ઝઘડો કરી તેને છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાન પાસે .૭૦૦ ની ઉઘરાણી કરી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.યુવાનને બચાવવા વચ્ચે પડેલા યુવાનને પણ આ શખસે ઝાપટ મારી દીધી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસે બે શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રામનાથપરા જુની જેલ પાસે નવયુગપરામાં રહેતા અને રામવન પાસે લાઇટરના કારખાનામાં મજુરી કામ કરનાર નિરંજન કેશુભાઇ વાઘેલા(ઉ.વ ૨૩) દ્રારા ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રોહિત ટીશાભાઇ મકવાણા(ઉ.વ ૨૫ રહે. આજીડેમ પોલીસ સ્ટેશન પાસે કોઠારીયા રોડ) અને પીન્ટુ રાજેશભાઇ મકવાણા(ઉ.વ ૨૫ રહે.નવયુગપરા શેરી નં.૧) નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલે સાંજના સમયે તે પોતાના સોરઠીયાવાડી બગીચામાં બેઠો હતો.ત્યારે તેના મિત્ર રોહીત મકવાણાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,હત્પં તારી પાસે .૭૦૦ માંગુ છું તે કયારે આપવાના છે? જેથી યુવાને કહ્યું હતું કે,હાલ મારી પાસે પૈસા નથી જયારે થશે ત્યારે આપી દઇશ અને હત્પં સોરઠીયાવાડી બગીચામાં બેઠો છું તેવું કહ્યું હતું.દરમિયાન રોહિત અને પિન્ટુ બંને એકસેસ લઇ અહીં આવ્યા હતાં.બાદમાં આ શખસોએ યુવાનને તારે .૭૦૦ નથી દેવા તેમ કહી ઝઘડો કરી પીન્ટુએ યુવાનને પકડી રાખ્યો હતો અને રોહિતે નેફમાંથી છરી કાઢી યુવાનને ખંભાનાભાગે અને કોણીનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.યુવાનને બચાવવા તેનો મિત્ર પ્રકાશ વચ્ચે પડતા તેને ઝાપટ મારી દીધી હતી.દેકારો થતા આ બંને શખસો અહીંથી ચાલ્યા ગયા હતાં.બાદમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRBI એ એક્સિસ, ICICI સહિત 5 બેંકો સામે કાર્યવાહી કરી, ભરવો પડશે લાખોનો દંડ
May 04, 2025 11:16 AMમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMપાકિસ્તાનમાં બોલાવવામાં આવી સંસદની ઇમરજન્સી બેઠક, રાષ્ટ્રપતિએ નોટિસ જારી કરી
May 04, 2025 10:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech