અમરેલીમાં દુકાનમાં સ્કૂટર અથડાવતાં શખસને સરખી રીતે ચલાવવાનું કહેતા દુકાનદાર સાથે ઝગડો કરી બંને ભાઈઓ સાથે મળી મારમારી છરીના ત્રણ જેટલા ઘા ગુદાના ભાગે મારી દેતા ઈજાઓ થવાથી યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમરેલીના મીની કસ્બા તારવાડી સામે શેરી નંબર–૨માં રહેતા સિરાજભાઈ મહેબુબભાઈ કુરેશી (ઉ.વ.૪૦)ના ગઈકાલે બિનાકા ચોક પાસે પમ ટોકીઝ ઉપર આવેલી આઈ ડિલકસ પાન નામની પોતાની દુકાને બેઠા હતા ત્યારે દાદલીમિયાં રફીકમિયા સૈયદ એકિટવા હંકારી દુકાન સાથે અથડાવતા તેને પીધેલી હાલતમાં એકિટવા સરખી ચલાવવાનું અને ઓછું પીવાનું કહેતા ઉશ્કેરાયેલા શખસે નીચે ઉતરી તારે બાધવું છે કહી ગાળા ગાળી કરવા લાગ્યો હતો આથી તેને ગાળો આપવાની ના પાડતા યુવકનો કાઠલો પકડી લાફા મારી સ્કૂટરની ડિક્કીમાંથી છરી કાઢી મારમારવા લાગતા તેના બંને ઇરફાન અને અજુમીયા આવી યુવકને પકડી રાખી મારમારી દાદલીએ પાછળથી આવી છરીના ત્રણ ઘા ગુદાના ભાગે મારી દઇ સોડાની બોટલ માથામાં મારી હતી તેમજ દુકાનમાં બરણીના ઘા કરવા લાગતા માણસો ભેગા થવાથી અને પોલીસની ગાડી આવતા ત્રણેય નાસી ગયા હતા. યુવકને ૧૧૨માં હોસ્પિટલે ખસેડવામા આવતા ગુદાના ભાગે ટાકા આવ્યા હતા. બનાવ અંગે યુવકની ફરિયાદ પરથી દાદલીમીયા રફીકમીયા સૈયદ તેના ભાઈઓ ઇરફાનભાઇ રફીકભાઇ સૈયદ, અજુમીયા રફીકમીયા સૈયદ સામે અમરેલી સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે