BREAKING NEWS

સોશિયલ મીડિયામાં મુકેલા વીડિયો મુદ્દે યુવાનને ગોંડલ બોલાવી જીવલેણ હુમલાનો મામલો

  • May 07, 2026 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મૂળ સાવરકુંડલા પંથકના વતની અને હાલ સુરત રહેતા યુવાને સમાજના કલાકારો વિશે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકયો હતો. જેબાબતનો મનદુ:ખ રાખી યુવાનને સમાધાનના બહાને ગોંડલ બોલાવી બાદમાં યુવાન પર પાઇપ– ધોકા વડે ખુની હત્પમલો કર્યેા હતો.ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી આઠ શખસો સામે ગોંડલ બી ડિવિઝનમાં હત્યાનો પ્રયાસ, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટ હાલ સુરતના ઓલપાડ તાલુકાના સાપણ ગામે રહેતા મૂળ સાવરકુંડલાના વીજપરીના વતની દિપક ગોવરધનભાઈ ચુડાસમા(ઉ.વ.૪૦) નામના યુવાને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના અમિત ડાભી તેના પિતા કાનજીભાઈ ડાભી વીરપુરના આર.સી. સોલંકી અને પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સમાજના કોઈ પ્રશ્ન હોય તો આગેવાન તરીકે તેનો ઉકેલ લાવે છે અને સમાજને લગતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂકે છે. થોડા સમય પહેલા યુવાને સમાજના કલાકારો પિયા લેતા હોય આથી આ બાબતે યુવાને તેના સમાજના આર.સી. સોલંકી જે વિરપુર ખાતે રહે છે તથા અમીન ડાભી બંનેના સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી વિરોધ કર્યેા હતો. દરમિયાન તા.૫૫૨૦૨૬ ના સાંજના પાંચેક વાગ્યે યુવાનને વિજય વિકાણીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે અમિત ડાભી તથા આર.સી. સોલંકી સાથે માથાકૂટ ચાલે છે તો તેનું સમાધાન કરી નાખીએ આથી યુવાને કહ્યું હતું કે હત્પં રાત્રિના મારા મિત્ર ગોપાલભાઈ ચુડાસમા કે જે જસદણના ઈશ્વરીયા ગામે રહે છે ત્યાં જવાનો છું તો ત્યાં આવો. બાદમાં રાત્રિના ૧૧:૩૦ વાગ્યા આસપાસ ગોપાલભાઈના ઘરે પહોંચતા અહીં ગોપાલ, વિજય વિકાણી, અમિત ડાભી તથા તેના પિતા કાનજીભાઈ હાજર હતા અને વિજયે સમાધાન કરાવ્યું હતું. અમિત ડાભીએ કહ્યું હતું કે આર.સી. સોલંકી સાથે મારે વાતચીત થઈ છે હુમલામાં  તેમની સાથે સમાધાન કરાવી દઉં તેણે ગુંદાળા ચોકડી પાસે બોલાવેલ છે. આથી યુવાન ગુંદાળા ચોકડી પહોંચતા રાત્રિના એકાદ વાગ્યે આસપાસ અમીત ડાભીએ આર.સી સોલંકીને ફોન કર્યેા હતો અડધો કલાક બાદ પણ આર.સી. સોલંકી આવ્યો ન હતો. બાદમાં વિજય વિકાણીની કારમાં બેસી ગોંડલથી વિરપુર જતા રોડ પર જામવાડી પાસે કેશવ હોટલ પહોંચ્યા હતા. દરમિયાન અમિત ડાબીએ ફોન કરીને કોઈને બોલાવતા આશરે પાંચ જેટલા અજાણ્યા શખસો પાઇપ– ધોકા સહિતના હથિયારો સાથે આવ્યા હતા અને યુવાનને ગાળો આપી સમાજ વિશે ખરાબ બોલી આજે તો તમને મારી નાખવો છે. તેમ કહી મારી નાખવાના ઇરાદે યુવાન પર પાઇપ વડે હત્પમલો કર્યેા હતો.હુમલામાં યુવાનને ઇજા પહોંચતા તેને લોહી નીકળવા લાગતા યુવાને બૂમાબૂમ કરી હતી. જેથી અહીં લોકો એકત્ર થઈ જતા આ શખસો અહીંથી નાસી ગયા હતા. બાદમાં યુવાનને ૧૦૮ મારફત પ્રથમ ગોંડલ બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, તેણે અમિત ડાબી તથા તેના પિતા કાનજી ડાભી વિશે સોશિયલ મીડિયામાં તેના વિદ્ધમાં વિડીયો મુકયો હોય તેનો ખાસ રાખી આર.સી. સોલંકી તથા અમિત ડાભીએ કાવતં રચી મારી નાખવાના ઇરાદે યુવાનને ગોંડલ ખાતે લઈ જઇ અહીં માણસો બોલાવી જીવલેણ હત્પમલો કર્યેા હતો. જે અંગે યુવકની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News