BREAKING NEWS

પત્ની તેની ફ્રેન્ડ, સાસુ, સાળીના ત્રાસથી કંટાળી પ્રેમ લગ્ન કરનાર યુવકે ફિનાઈલ ગટગટાવી

  • October 12, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કટારીયા ચોકડી પાસે રહેતા યુવકે ઇન્દિરા સર્કલ અને આકાશવાણી ચોક વચ્ચે આજે વહેલી સવારે ફિનાઈલ ગટગટાવી લેતા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક પાસેથી એક ચીઠ્ઠી મળી આવી હતી જેમાં પત્ની પત્નીની ફ્રેન્ડ, સાસુ અને સાળી માનસિક ત્રાસ આપતા હોવાથી પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ કટારીયા ચોકડી નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો જાય જેઠાભાઈ સોલંકી (ઉ.વ.26)ના યુવકે આજે સવારે સાડા પાંચેક વાગ્યે આકાશવાણી ચોકથી ઈન્દીરા સર્કલ વચ્ચે ફિનાઈલ પી લેતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.યુવક એક ભાઈ બહેનમાં નાનો છે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોટો ફ્લેશ નામથી સ્ટુડિયો ચલાવે છે. દોઢેક વર્ષ પૂર્વે જલ્પા બુધવાણી સાથે લવ મેરેજ કર્યા છે. યુવક પાસેથી એક ચીઠી પણ મળી આવી છે જેમાં લખ્યું છે કે, હું પત્ની જલ્પા તેની માતા રામેશ્વરીબેન, સાળી દિપાલી અને જલ્પાની ફ્રેન્ડ આ બધાના ત્રાસથી દવા પિવ છું, આ બધા માનસિક હેરાન કરે છે અને પત્ની વ્યાભિચારી છે, મારી જાતિ દલિત હોવાની ખબર હતી પછી જ તેણીએ લગ્ન કર્યા છે, લગ્નબાદ જ્ઞાતિ પ્રત્યે અવાર નવાર હડધૂત કરી હેરાન કરે છે, આ બધું સહન મારે લગ્ન જીવન ટકાવી રાખવા માટે કર્યું હતુ. પરંતુ સાસુ અમારું લગ્ન જીવન ભંગાવવા માગતા હતા. તેની ફ્રેન્ડ પણ મને ફોન કરી ધમકીઓ આપતી હતી. આથી આ બધાના ત્રાસથી કંટાળી પગલું ભરું છું, પોલીસે ચીઠી કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application