BREAKING NEWS

વલ્લભીપુરના જલાલપર ગામે કુવામાં પડી જતા યુવતિનું મોત

  • October 08, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે આવેલી એક વાડીના કૂવામાં કોઈ કારણોસર યુવતી પડી જતાં વલ્લભીપુર અને બોટાદ ફાયરનો કાફલો દોડી ગયો હતો.અને  અંદાજે ૧૫૦ ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલી યુવતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં યુવતિનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 
પ્રાથમિક વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે આવેલી ભદાભાઈ વાલજીભાઇની માલિકીની વાડીના કુવામાં અનુબેન દેવરાજભાઈ સોંલકી(ઉ. વ. ૧૮)  પગ લપસતાં કૂવામાં પડી જતાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા વલ્લભીપુર અને બોટાદ ફાયરના કાફલાએ દોડી જઈ રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. બનાવના પગલે લોકોના ટોળા એકઠ્ઠા થયા હતા. જ્યારે જલાલપરના સરપંચ દીપકભાઈ સોંલકી તેમજ વલ્લભીપુર મામલતદારની ટીમ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમ્યાન આ લખાય રહ્યું છે ત્યારે અનુબેનનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application