એસ.ઓ.જી.એ મકાનમાં દરોડો પાડી કરી ધરપકડ: માલપૂરો પાડનાર સાબરકાંઠા પંથકના શખ્સનું નામ ખૂલતા તેની સામે પણ નોંધાયો ગુન્હોઆજકાલ પ્રતિનિધિ
પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતો એક યુવાન તેના ઘરમાં ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે તેવી બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે દરોડો પાડયો હતો જેમાં તેના ઘરમાંથી ૪૦ હજાર પિયાનો ૮૦૦ ગ્રામ ગાંજો મળી આવતા ધરપકડ કરીને આ મુદ્ામાલ પૂરો પાડનાર સાબરકાંઠાના પોસીના ગામના શખ્શનું નામ ખૂલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ સામે માદક પદાર્થોનું સેવન કરનાર તત્ત્વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર વાય.જી. માથુકીયા તથા પી.ડી. જાદવ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હોય દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. રવિન્દ્ર એસ. ચાંઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઇ આર. ગોરાણીયાને તથા ભરતસિંહ કાળુભા ગોહિલ તથા પોલીસ કોન્સ. અરજનભાઇ ઓડેદરાને સંયુકત રીતે ચોકકસ બાતમી મળેલ કે એક ઇસમ જિજ્ઞેશ ઉર્ફે જીગો બાલુભાઇ ચાવડા રહે. કડિયાપ્લોટ શેરી નં. ૭, કામદાર ચોક પાસે, ખાડીકાંઠે પોરબંદરનાએ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં સુકા ગાંજાનો જથ્થો રાખેલ છે. જે હકીકતના આધારે સરકરી પંચોને સાથે રાખી રેઇડ કરતા જિજ્ઞેશ ઉર્ફે જીગો બાલુભાઇ ચાવડા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં સુકો ગાજો કુલ વજન ૮૦૦ ગ્રામ કિ.ા. ૪૦,૦૦૦ ા. તથા મોબાઇલ ફોન એક કિ. ા. ૨૦૦૦ તથા વજનકાંટો એક કિં. ા. ૫૦૦ મળી કુલ મુદામાલ કિ.ા. ૪૨,૫૦૦ ના સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની ૧૯૮૫ની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. પકડાયેલા જિજ્ઞેશ ઉર્ફે જીગો બાલુ ચાવડાની પૂછપરછ કરતા તેણે એવી કબુલાત આપી હતી કે સાબરકાંઠાના પોસીના ગામના શ્રવણ ઉર્ફે સાવન નામના ઇસમે ગાંજાનો મુદ્ામાલ પૂરો પાડયો છે તેથી પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.જાદવ તથા એ.એસ.આઇ. મહેબુબખાન બેલીમ, દીપકભાઇ ડાકી, રવિન્દ્ર ચાંઉ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઇ ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ, હરદાસભાઇ ગરચર, ભીમાભાઇ ઓડેદરા, પોલીસ કોન્સ. અરજનભાઇ ઓડેદરા, દિલીપભાઇ મોઢવાડીયા, સરમણ ખુંટી, ગીરીશભાઇ વાજા, ચંદ્રસિંહ જાડેજા રોકાયેલા હતા.