વિંછીયાના મોઢુકાના યુવકને મિત્રએ ફોન કરી જંગલમાં ગાડીમાં પંચર પડ્યું છે આી તું પાના પકડ લઈને આવ કહી બોલાવ્યા બાદ અન્ય શખ્સો સો મળી કારમાં અપહરણ કરી જનડા કંધેવાળિયા ગામે લઈ જઈ ઢીકાપાટુનો અને લાકડીી મારમારતા મૂંઢ ઇજા વાી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. યુવકનો મિત્ર મુન્નાની ભાણેજને ભગાડી ગયો હોય તેની જાણ યુવકને હોવાની શંકાએ મારમાર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વિછિયા પોલીસે યુવકનું નિવેદન નોંધવાની તજવીજ હા ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોઢુકા ગામે રહેતો અને છૂટક મજૂરી કામ કરતો મેહુલ સામતભાઈ શિયાળ (ઉ.વ.૨૨)નો યુવક બપોરે ઘરે હતો ત્યારે મિત્ર મનસુખનો ફોન આવ્યો હતો અને પોતે જંગલ વિસ્તારમાં છે અને ગાડીમાં પંચર પડ્યું હોવાી તું પાના પકડ લઈને આવ તેમ કહેતા યુવક તેના મિત્ર વીરુ સો મોઢુકાની સિમ વિસ્તારમાં વીડીમાં ગયો હતો જ્યાં મનસુખ, રતુ અને મુન્નો ઉભા હોય યુવક સો મુન્નાએ ઝગડો કરી મારકૂટ કરતા મિત્ર વીરુ ત્યાંી ભાગી છૂટ્યો હતો અને યુવકને કારમાં બેસાડી જનડા કંધેવાળિયા ગામે લઇ ગયા હતા
ત્યાં મુન્નાએ ફડાકા મારી બોલ તારો મિત્ર મારી ભાણેજને ક્યાં લઇ ગયો છે અને તું આ વિશે શું જાણે છે, યુવકે આ બાબતે કાઈ જાણતો ન હોવાનું કહેતા ત્રણેયે લાકડી વડે આડેધડ મારમારતા ઇજા વાી પ્રમ વિછિયા અને ત્યાંી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિછિયા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application