BREAKING NEWS

પારડી પાસે હોટેલમાંથી ૧૧ બાળ મજુરોને મુકત કરાવતી એએચટીયુ

  • August 31, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ગામ પાસે આવેલી હોટેલમાં રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે દરોડો પાડી ૧૧ બાળ મજૂરોને મુકત કરાવ્યા હતાં. અહીં બાળકો પાસે ચુલામાં કોલસા ભરવા સહિતની જોખમી કામગીરી કરાવાતી હતી. આ અંગે પોલીસે બે શખસો સામે ગુનો નોંધ્યો છે. રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજના દ્વારા રાજકોટ જિલ્લામાં બાળમજૂરી થતી અટકાવવા બાળમજુર તરીકે ગુમ- અપહરણ થયેલા બાળક હોવાની શકયતા તપાસવા બાળમજુરો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના નોડલ ઓફિસર એલ.સી.બી. પીઆઇ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળમજૂરી થતી અટકાવવા ટીમ તપાસમાં હતી. દરમિયાન એએચટીયુની ટીમે રાજકોટ- ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ઓવરબ્રિજ પાસે આવેલી ગીરીરાજ હોટલ ખાતે તપાસ કરતા અહીં હોટેલ માલિક દ્વારા બાળકને સાઉથ ઇન્ડીયનની અલગ-અલગ વાનગીઓના કામ માટે રાખી જે બાળમજૂરો પાસેથી ચાઇનીઝ ફસ્ડફૂડ તથા પંજાબી વાનગી બનાવતી વખતે તાવડાઓમા વાનગી તળવાનુ તેમજ ચુલામા કોલસા ભરવાનુ તેમજ સાફ-સફાઇ તેમજ શાકભાજી કટીંગનુ તથા ગ્રાહકોને ભોજન પીરસ્વા કામ કરાવી બાળકો દ્વારા ભયજનક જીવન જોખમાય તેવુ મજુરીનુ કામ કરાવતા હોય જે કામમાથી અગીયાર બાળમજુરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. બાદમાં આ અંગે એએચટીયુની ટીમે બ્રિરેન્દ્ર લોક બહાદુર ગૌતમ (ઉં-૩૪ રહે- મુળ સરખેત ભેરી ગંગા નેપાળ, હાલ ભિમનગર રોડ આવાસ યોજના ક્વાટર નં-૩૪ રાજકોટ), હરીલાલ પંન્નાલાલ ગાંમેતી (ઉં-૨૮ રહે – ગુંદાળા ગામ ઉદેયપુર રાજ્સ્થાન હાલે ગીરીરાજ હોટ્લ પારર્ડી ગામ) વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. આ કામગીરીમાં એએચટીયુ યુનીટના પીઆઇ એન.એ. શુક્લની રાહબરીમાં હેડ કોન્સ. દિલીપભાઇ કળોતરા, કોન્સ. એકતાબેન સાંકળીયા, સાગરભાઇ વૈશ સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News