એઆઈની કમાલ: ૯૦ વર્ષ જૂની ગણિતની સમસ્યા માત્ર ૮૮ કલાકમાં ઉકેલાઈ ગઈ
એઆઈની કમાલ: ૯૦ વર્ષ જૂની ગણિતની સમસ્યા માત્ર ૮૮ કલાકમાં ઉકેલાઈ ગઈ
September 11, 2026 11:54 AM
ઓપનએઆઈએ દાવો કર્યેા છે કે તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડલે ગણિતની દુનિયાની સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંની એક નેવિયર–સ્ટોકસ સમસ્યા ઉકેલી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ શોધવામાં તેના એઆઈ સિસ્ટમને આશરે ૮૮ કલાકનો સમય લાગ્યો હતો. આ દાવો ગણિત અને એઆઈ ક્ષેત્રે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નેવિયર–સ્ટોકસ સમસ્યા લગભગ ૯૦ વર્ષ જૂની છે. તે પ્રવાહી પદાર્થેા, ખાસ કરીને હવા અને પાણી, કેવી રીતે વહે છે અને તેમની ગતિ કેવી રીતે બદલાય છે તે સમજાવતા સમીકરણો સાથે સંબંધિત છે. આ સમીકરણોને સંપૂર્ણ રીતે સમજવા અને તેના આધારે ચોક્કસ ગણિતીય ઉકેલ સાબિત કરવા માટે વિશ્વભરના ગણિતજ્ઞો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં કલે મેથેમેટિકસ ઇન્સ્િટટૂટે ગણિતની દુનિયાની સાત સૌથી મુશ્કેલ સમસ્યાઓ પસદં કરી હતી. આ સાત સમસ્યાઓને મિલેનિયમ પ્રાઇઝ પ્રોબ્લેમ્સ તરીકે ઓળખવામાં આવે છે. નેવિયર–સ્ટોકસ સમસ્યા પણ આ યાદીમાં સામેલ હતી. આ સાતમાંથી અત્યાર સુધી માત્ર એક સમસ્યા સંપૂર્ણ રીતે ઉકેલાઈ છે, યારે બાકીની સમસ્યાઓ હજુ પણ ગણિતજ્ઞો માટે પડકારપ છે. કંપનીએ ઓગસ્ટના અંતમાં નવા મોડલની તાલીમ શ કરી હતી. ત્યારબાદ તેને ઓનલાઈન અફવાઓ દ્રારા જાણકારી મળી કે કોઈ સ્પર્ધાત્મક સંસ્થા અથવા સિસ્ટમ દ્રારા મિલેનિયમ પ્રોબ્લેમ્સમાંથી છ સમસ્યાઓ ઉકેલાઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યાર પછી ઓપનએઆઈએ પોતાના એઆઈ સિસ્ટમને આ મુશ્કેલ ગણિતીય સમસ્યાઓ ઉકેલવા માટે કામે લગાડું. કંપનીના સંશોધક સેબેસ્ટિયન બુબેકે જણાવ્યું હતું કે આ પ્રોજેકટમાં ભારે કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનો ખર્ચ લાખો ડોલર સુધી પહોંચ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, આ ખર્ચ કંપનીએ અગાઉ ગણિતીય પરિણામો મેળવવા માટે કરેલા ખર્ચ કરતાં લગભગ ૧,૦૦૦ ગણો વધુ હતો.ઓપનએઆઈએ જણાવ્યું કે પ્રોજેકટ શ થયાના લગભગ ૮૮ કલાક બાદ નેવિયર–સ્ટોકસ સમસ્યાનો ઉકેલ મળ્યો. જોકે, અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે એઆઈ દ્રારા મળેલો ઉકેલ ગણિતના ક્ષેત્રમાં સ્વતત્રં નિષ્ણાતોની કડક ચકાસણી અને ઔપચારિક પુરાવામાંથી પસાર થાય ત્યાર બાદ જ તેને નિર્વિવાદ ગણિતીય ઉકેલ તરીકે સ્વીકારી શકાય. તેથી હાલમાં આને ઓપનએઆઈનો મહત્વપૂર્ણ દાવો તરીકે જોવો યોગ્ય છે.