આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે દુનિયાભરમાં નોકરીઓ અંગે ચિંતા વધી રહી છે. જોકે, ભારત માટે એઆઈ રોજગારની નવી તકો ઊભી કરવાનું માધ્યમ પણ બની શકે છે. એક અહેવાલ અનુસાર, વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતમાં એઆઈ ક્ષેત્રમાં આશરે ૨૩ લાખ નવી નોકરીઓનું સર્જન થઈ શકે છે. ડેટા સેન્ટર, એઆઈ મોડલ ડેવલપમેન્ટ, ડેટા એનાલિટિકસ અને એઆઈ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં રોજગારની તકો વધવાની સંભાવના છે.
અહેવાલ મુજબ, દેશમાં ૧.૩૫ કરોડથી વધુ લોકોની નોકરીઓ પર એઆઈની અસર પડી શકે છે. આનો અર્થ એ નથી કે આ તમામ નોકરીઓ સમા થઈ જશે, પરંતુ કામ કરવાની પદ્ધતિ, જરી કૌશલ્યો અને વિવિધ વ્યવસાયોની ભૂમિકામાં ફેરફાર થઈ શકે છે. ભવિષ્યમાં ટેકનિકલ કૌશલ્યની સાથે ડોમેનની સમજ અને એઆઈ ગવર્નન્સની જાણકારી ધરાવતા નિષ્ણાતોની માગ વધવાની શકયતા છે.
અહેવાલ અનુસાર, ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશની ડેટા સેન્ટર ક્ષમતા આશરે ૧,૨૬૩ મેગાવોટ સુધી પહોંચી હતી. આ ક્ષેત્રમાં વર્ષ ૨૦૨૯ સુધી વાર્ષિક ૨૪.૬ ટકાના દરે વૃદ્ધિ થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૭ સુધીમાં આ ક્ષેત્રમાં ૧૦૦ અબજ ડોલરથી વધુના રોકાણની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.
મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને દિલ્હી–એનસીઆર ઉપરાંત જયપુર, કોચ્ચિ અને અમદાવાદ જેવા શહેરો પણ ડેટા સેન્ટર હબ તરીકે ઊભરી રહ્યાં છે. જયપુરમાં છ મેગાવોટ ક્ષમતાનું ડેટા સેન્ટર વિકસાવવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે. ડેટા સેન્ટર એન્જિનિયર, નેટવર્ક એન્જિનિયર, કલાઉડ ઓપરેટર, એઆઈએમએલ એન્જિનિયર, જનરેટિવ એઆઈ ડિઝાઇનર, નેટવર્ક સિકયોરિટી અને એઆઈ ઓડિટિંગ જેવા ક્ષેત્રોમાં તકો વધશે જનરેટિવ એઆઈ, ડેટા એનોટેશન, ડોમેન સ્પેસિફિક ડેટા એકસપર્ટ, ડેટા કવોલિટી એનાલિસ્ટ અને મશીન લનિગ સંબંધિત ભૂમિકાઓમાં માગ વધશે.પ્રોમ્પ્ટ એન્જિનિયર, એજન્ટિક એઆઈ ડિઝાઇનર, એઆઈ આર્કિટેકટ અને સંબંધિત ટેકનિકલ નિષ્ણાતો માટે નવી તકો ઊભી થઈ શકે છે. એઆઈ–ઓગમેન્ટેડ વર્કફોર્સ ડિઝાઇનર, પીપલ ડેટા અને એઆઈ ઇનસાઇટસ લીડ તથા એઆઈ એયુકેશન અને એમ્પ્લોયી એકસપિરિયન્સ સંબંધિત ભૂમિકાઓમાં પણ રોજગાર વધી શકે છે. એઆઈ એથિસિસ્ટ, એઆઈ ગવર્નન્સ આર્કિટેકટ, અલ્ગોરિધમિક એકાઉન્ટેબિલિટી ઓડિટર અને એઆઈ ગવર્નન્સ પ્રોગ્રામ મેનેજર જેવી નવી ભૂમિકાઓ મહત્ત્વની બનશે.