રાજકોટમાં જાણિતા કલાકારોની હાજરીમાં AVK ફિલ્મ પ્રસ્તુત ફુલેકુનું ટ્રેલર લોન્ચ

  • May 19, 2023 03:14 PM 


AVK ફિલ્મ્સ પ્રસ્તુત સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ, "ફુલેકું" આગામી 09 જૂન 2023ના રોજ સમગ્ર ગુજરાતમાં ૩૦થી વધુ શહેરો અને ૭૦થી વધુ થિયેટરોમાં રિલીઝ થવા જઇ રહી છે ત્યારે રાજકોટમાં આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ટીવીના જાણીતા કલાકારોની ઉપસ્થિતિમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

09 જૂન 2023ના રોજ રિલીઝ થનાર ફિલ્મ "ફુલેકું" નું લેખન અને નિર્દેશન ઇર્શાદ દલાલ દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે, ઇર્શાદ દલાલે અન્ય ઘણી ફિલ્મનું પણ નિર્દેશન કર્યું છે.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ મોલમાં આવેલા આઈનોક્સ થિયેટરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

ફિલ્મમાં રમકડાની નાની ફેક્ટરીના માલિક અને ત્રણ પરણેલા અને એક અપરિણીત પુત્રીના સિદ્ધાંતવાદી પિતા જયંતિલાલ મેઘાણી માર્કેટમાં દેવાળું ફૂંકે છે અને ફુલેકું ફેરવનાર તરીકે બદનામ થાય છે..પોતાની પત્ની નર્મદા સાથે ઝેર પીને આપઘાત કરવાનું નક્કી કરે છે .અચાનક, ત્યાં ઘરનો વરસો જૂનો વફાદાર નોકર, મૂંગો પણ સાંભળી શકતો રમણીક આવી પહોચે છે અને એક જ ઝાટકે બંનેના હાથના ગ્લાસ નીચે પાડી દે છે.. ત્યારે જ એમના ઘરમાં ઇન્કમટેક્સની રેડ પડે છે અને પછી સર્જાય છે રહસ્ય અને ઈમોશનલ ડ્રામાના આટાપાટા..


ઇન્કમટેક્સ સિનિયર ઓફિસરનો રોલ પ્લે કરી રહેલાં બંકિમ બારોટ જે એક એવા ઘરે રેડ પાડે છે જે ઘરમાં ખાવા-પીવાના પૈસા નથી હોતા, અને એ પછી ઘણી બધી વસ્તુઓનો ખુલાસો થાય છે.

આ મૂવીમાં પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા કંપોઝ કરાયેલ ઈમોશનલ એક જ સોન્ગ છે. જ્યારે કર્ણપ્રિય મ્યુઝિક કૌશલ મહાવીરનું છે.

ફિલ્મની ખાસ વાત એ છે કે પીવીઆર સિનેમા પહેલીવાર એક ગુજરાતી મૂવીને પ્રમોટ કરી રહ્યું છે જે ઓલઓવર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે. શું એમના સગા સંતાનો ભેગા થઈને બચાવશે સગા બાપની ઈજ્જત કે એ જ ફેરવી નાખશે એમનું ફુલેકું ?? આ સવાલોના જવાબ મેળવવા માટે દરેક ગુજરાતીએ આ પરિવારિક ફિલ્મ ફૂલેકું જોવી જ રહી.
​​​​​​​

કલાકાર અનંગ દેસાઈ જે જયંતિલાલનું પાત્ર ભજવી રહ્યા છે તે પોતાની અદાકારીથી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે, અનંગ દેસાઈ એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા છે. જેઓ 80 થી વધુ ટેલિવિઝન શોમાં કામ કરી ચુક્યા છે અને ટેલિવિઝન સિરીઝ ખીચડી અને તેના નામની ફિલ્મમાં બાબુજીના પાત્રના પાત્ર માટે જાણીતા છે. અનંગ દેસાઈની સાથે અમિત દાસ, જીગ્નેશ મોદી, મંજરી મિશ્રા, નર્મદા સોની, મનીતા મલ્લિક અને અન્ય જાણીતા સાથી કલાકારો "ફુલેકું" ફિલ્મમાં જોવા મળશે.

એક વખત આ પારિવારિક ફિલ્મ સૌ કોઈએ અચૂક પોતાના પરિવાર સાથે જોવી જ જોઈએ તેવી અપીલ ગુજરાતી ફિલ્મ રસિયાઓને ફિલ્મ યુનીટ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મ અંગેના પ્રતિભાવો પણ સોશિયલ મીડિયા પર મોકલવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application