BREAKING NEWS

PGVCL કચેરીમાં ખેડૂતોના બળી જતા ટીસીનું તાત્કાલિક રિપેરિંગ કરવાની આમ આદમી પાર્ટીની રજૂઆત

  • October 22, 2026 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના કમળાપુર ગામના ખેડૂતોને ટીસી વારંવાર બળી જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આટકોટ PGVCL કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ કમળાપુર ગામમાં ખેડૂતોના ટીસી વારંવાર બળી જાય છે અને અત્યાર સુધીમાં ત્રણ વખત ટીસી બળી જવાની ઘટના બની છે. હાલ ખેતરોમાં પાકને પાણી આપવાની કામગીરી ચાલુ હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બળી ગયેલા ટીસીનું વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે અને ખેડૂતોને સમયસર વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application