BREAKING NEWS

કુછ કુછ હોતા હૈ ફિલ્મ જોઈ આમીર ધુસકે ધ્રુસકે રડ્યો હતો

  • April 25, 2026 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોમેન્ટિક ફિલ્મ હમેશાં દિલને સ્પર્શી જતી હોવાની આમિર ખાનની કેફિયત ૯ તેની રોમેન્ટિક ફિલ્મોથના દાયકામાં, શાહરૂખ ખાન સફળતાનો આનંદ માણી રહ્યો હતો. અભિનેતાની એક ફિલ્મ જોવા પછી તેનો નજીકનો મિત્ર આમિર ખાન બ્રુસકે બ્રુસકે રડી પડ્યો હતો.શાહરૂખ ખાનની આ ફિલ્મ જેણે આમિર ખાનને રડાવી દીધી હતો તે ૨૮ વર્ષ પહેલાં બોકસ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેને કલ્ટ કલાસિક પણ માનવામાં આવે છે. ફિલ્મના ગીતો અને સંવાદો આજે પણ એટલા જ લોકપ્રિય છે જેટલા ૯૦ના દાયકામાં હતા. શાહરૂખ ખાનની ફિલ્મ, કુછ કુછ હોતા હૈ,” ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કાજોલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. સલમાન ખાનનો પણ એક નાનકડો રોલ હતો આમિર ખાને કહ્યું કે તેને રોમેન્ટિક ફિલ્મો ખૂબ ગમે છે અને તે જોવા પછી તે રડે છે. ૧૯૯૮ની ફિલ્મ કુછ કુછ હોતા હૈ સાથે પણ આવું જ બન્યું હતું. અભિનેતાએ કહ્યું, મને રોમાંસ ખૂબ ગમે છે. મને ખરેખર રોમેન્ટિક ફિલ્મો ગમે છે. જયારે હું રોમેન્ટિક ફિલ્મો જોઉં છું ત્યારે હું ખૂબ રડું છું. મને શાહરૂખ ખાનની ફિલ્મ જોયાનું યાદ છે, જે કરણ જોહરની પહેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ" હતી. રીના અને હું રાજ કમલ થિયેટરમાં તે જોઈ રહ્યા હતા. મને ગમે તેમ કરીને સરળતાથી રડવાનું મન થાય છે. તે ખૂબ જ ભાવનાત્મક ફિલ્મ હતી, અને હું ખૂબ રડી પડયો હતો....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application