અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડમાં ભંગાણાર્થે આવી રહેલા જહાજે દુબઈથી ૩૦૦ દરિયાઈ નોટિકલ માઇલ દૂર જળસમાધી લઈ લીધી હતી. ભારે કરન્ટ અને તોફાન જેવી પરિસ્થિતિમાં થોડા દિવસ પૂર્વે ૪૧ વર્ષ જૂના બંધ જહાજમાં પાણી ભરાવા લાગ્યા હતા, અને બાદમાં સ્થિતિ નિયંત્રણની બહાર જતાની સાથે જ તેને ખેંચીને લાવી રહેલી ટગ મુંબઈ પરત ફરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ડેડ વેસલ ઓરેલને ખેંચીને ટગ ઝેન હતુ પ્રાઇડ પર્શિયન ગલ્ફમાંથી નિકળી હતી અને તેને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૫ માં ભંગાવવા માટે નિધારીત કરવામાં આવ્યુ હતુ. ૧૩૩૬ મેટ્રિક ટન વજન ધરાવતી ઓફશોર સપ્લાય ટગ વર્ષ ૧૯૮૪ માં નિર્માણ પામી હતી અને લાંબા સમયથી યુએઈમાં કામ વિના પડી રહી હતી.
વર્ષ ૨૦૨૧માં યુએઇ કેબિનેટ દ્વારા આ ટગને ઓનલાઈન હરાજી મારફતે વેચે દેવાનું ઠરાવવામાં આવ્યુ હતુ અને ૨૨મી માર્ચ ૨૦૨૪ ના રોજ યુએઇના સ્થાનિક અખબારોમાં ટગ ઓરેલ ઈ-ઓકશનથી વેચાણ કરવા માટે ઘોષિત કરવામાં આવ્યુ હતુ અને એમિરાટ્સ ઓક્શન વેબસાઈટ પર તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બંધ પડેલી ટગ અલ હમેરીયા બંદર શારજાહ ખાતે લાંબા સમયથી બંધ હાલતમાં હતી. ઓનલાઇન હરાજી મારફતે દુબઈના કેશબાયરો થકી અલંગના અનુપમા સ્ટીલ દ્વારા ખરીદવામાં આવ્યુ હતુ અને તેને અલંગ સુધી લાવવા માટે ટગ ઝેન પ્રાઇડને મોકલવામાં આવી હતી અને ઝેન પ્રાઈડ દ્વારા ઓરેલને બાંધીને અલંગ તરફ લાવવામાં આવી રહ્યું હતુ તે દરમિયાન દુબઈથી ૩૦૦ દરિયાઈ નોટિકલ માઈલના અંતરે તોફાન જેવી સ્થિતિ અને ભારે દરિયાઈ કરન્ટમાં બંધ ટગમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા ઓરેલને ખેંચી રહેલી ટગ ઝેનનું ટોઇંગ તૂટતા ટગે જળ સમાધી લઈ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech