આજે રજૂ થયેલ બજેટમાં ખાસ કેન્સરના દર્દીઓ માટે સરકારે રાહતરૂપ જાહેરાત કરી છે જેમાં કેન્સર ની દવા માં કસ્ટમ ડ્યુટી ઘટતા હવે દવા સસ્તી થશે. હજુ પણ જો આ દવા પરથી જીએસટી દૂર કરવામાં આવ્યો હોત તો આ દવા વધુ સસ્તી થઈ શકતી હતી તેવું સૌરાષ્ટ્ર કેમિસ્ટ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું.
એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ અનિમલેશભાઈ દેસાઈએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સર એક એવી ભયંકર બીમારી છે જોકે અત્યારે નવા રિસર્ચ અને દવાઓ ના પગલે કેન્સરને ડામવો એ શક્ય બન્યું છે પરંતુ જ્યારે પરિવારના કોઈ પણ એક વ્યક્તિને કેન્સર નું નિદાન થાય છે ત્યારથી લઇ વ્યક્તિ જ્યાં સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી આખું ઘર ખાલી થઈ જતું હોય છે.
આથી કેન્સર ની દવાઓમાં ઘટાડો આવે તે દિશામાં સરકારે પણ પગલું ભરવું આવશ્યક હતું સરકારની યોજનાઓ થકી સરકારી અને ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલોમાં ટ્રીટમેન્ટ અને વિવિધ થેરાપીમાં રાહત મળે છે.
આ દરમિયાન બજેટમાં સરકારે ત્રણ દવાઓ પર થી કસ્ટમ ડ્યુટી સંપૂર્ણ પણે હટાવી દેતા હવે 15% જેટલો ભાવ ઘટાડો શક્ય બનશે જેનો ફાયદો દર્દીઓને મહત્તમ મળશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતા રમણે કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે ત્રણ દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવી લેવા માટેનો નિર્ણય લીધો છે સાથોસાથ એક્સરે ટ્યુબ પરની ડ્યુટી પણ ઘટાડવામાં આવતા એક્સ રે નાં ખર્ચમાં પણ લોકોને મોટી રાહત મળશે.
સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એસોસિએશન ના સભ્યોએ એવી પણ રજૂઆત કરી હતી કે જીવન રક્ષક બનેલી દવાઓ માંથી જો જીએસટી કાઢી નાખવામાં આવે તો દર્દીઓને આ દવા પણ સસ્તી પડે તેમ છે હાલમાં આવી દવાઓ પર જીએસટી 12% છે. સરકારને અન્ય વેપાર- ઉદ્યોગોમાંથી જીએસટીની આવક થાય છે આથી જો દવાઓ પરથી પણ જીએસટીનો દર ઘટે તો સામાન્ય પરિવારના લોકોને સારવાર કરાવી સસ્તી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિપાશા સાથે કેટફાઇટના આક્ષેપ પર વર્ષો પછી અમીષાએ ચુપ્પી તોડી
May 03, 2025 12:06 PMપહેલગામ પર સોનુ નિગમના નિવેદન બાદ બબાલ, કન્નડ તરફી જૂથની ફરિયાદ
May 03, 2025 12:05 PMનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech