BREAKING NEWS

મહુવા-સાવરકુંડલા રોડ પર બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ત્રણને ઇજા

  • December 02, 2025 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જે પૈકી કેટલાક અકસ્માતો જીવલેણ પુરવાર થયા છે. ખાસ કરીને જિલ્લાના તળાજા, મહુવા તેમજ રાજુલા અને સાવરકુંડલાના માર્ગો પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જેમાં ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટનાનો ઉમેરો થયો છે.ભાવનગર જિલ્લાના મહુવા-સાવરકુંડલા રોડ પર ડુંડાસ નજીક મોડી રાત્રે બોલેરો અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર  અકસ્માત  સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીરઓ ઇજાઓ થતા   સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડાયા
હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application