BREAKING NEWS

ભરૂચ પાસે એક્સપ્રેસ વે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માતઃ PSI સહિત ત્રણ લોકોનાં મોત

  • October 20, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભરૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાથી ભરૂચ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર આગળ જઈ રહેલા આઈસર ટેમ્પાની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતી. મૃતકોમાં વડોદરા ડીસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થતો હોવાથી પોલીસ બેડામાં ભારે શોક વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ડીસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ યશ પટેલ તેમજ તેમના અન્ય મિત્રો કોઈ મિત્રને મળવા માટે કારમાં બેસીને ભરૂચ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન મનુબર ગામ નજીક પહોંચતા જ તેમની કાર પૂરપાટ ઝડપે આગળ ચાલી રહેલા આઈસર ટેમ્પા પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી બધી જોરદાર હતી કે કાર પાછળથી અન્ય એક વાહનની અડફેટે પણ ચડી ગઈ હતી અને રોડ પર પલટી મારીને ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળનો અને મધ્ય ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.

આ ભયાનક અકસ્માતમાં વડોદરા ડીસીબી બ્રાન્ચના પીએસઆઈ યશ પટેલ, મહેસાણાના ૨૭ વર્ષીય પાર્થ પટેલ અને ૨૮ વર્ષીય અસફાક મોનીનનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

અકસ્માત સર્જાયા બાદ આઈસરનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળ પર જ મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ત્રણેય મૃતકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થયેલા આઈસરચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application