રાજકોટ મહાપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઇ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા અનામત બેઠકોની ફાળવણી અંગેનો આદેશ જારી થઇ ચુક્યો છે. વોર્ડ સીમાંકન બદલાશે તેવી ચર્ચા ચાલી હતી પરંતુ હવે તે વાત ઉપર લગભગ પૂર્ણવિરામ મુકાઇ ગયું છે, નવી રચાયેલી ૯ મહાપાલિકાઓમાં આજુબાજુના ગામો ભેળવવામાં આવતા ફક્ત ત્યાં જ સીમાંકન બદલાશે, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર સહિતની મહાપાલિકાઓમાં વોર્ડ સીમાંકન યથાવત જ રહેશે. અર્થાત્ હાલની વોર્ડ રચના મુજબ જ આગામી ચૂંટણી લડાશે તે સ્પષ્ટ થયું છે. રાજકોટમાં જનસંખ્યા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો વોર્ડ વોર્ડ નં.૩ અને સૌથી નાનો વોર્ડ વોર્ડ નં.૧૦ હોવાનું આંકડાકીય વિગતો ઉપરથી પુરવાર થયું છે.
રાજકોટ મહાપાલિકાના કુલ ૧૮ વોર્ડની કુલ જનસંખ્યા ૧૩,૭૭,૬૫૬ છે જેમાં વોર્ડ નં.૩ જનસંખ્યા અને ભૌગોલિક વિસ્તાર તેમ બંને દ્રષ્ટિએ સૌથી મોટો છે. કેસરી પુલના છેડે બેડી નાકાથી શરૂ થઇ માધાપર ગામ સુધીનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં.૩ની જનસંખ્યા પણ સૌથી વધુ ૯૦,૬૮૩ છે. જ્યારે વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ (પાર્ટ), યુનિ.રોડ (પાર્ટ), નિર્મલા રોડ (પાર્ટ), ૧૫૦ ફૂટ રિંગ રોડ (પાર્ટ)ના પોશ વિસ્તારો સમાવિષ્ટ છે અને આ વોર્ડનો ભૌગોલિક વિસ્તાર અને જન સંખ્યા સૌથી ઓછી ૬૫,૯૬૩ છે.
એકંદરે રાજકોટ શહેરના કુલ ૧૮ વોર્ડની વોર્ડવાઇઝ સરેરાશ વસતી ૭૬,૫૩૬ છે.
રાજ્ય ચુંટણી આયોગ અનુસાર રાજકોટની વોર્ડ વાઇઝ વસતી
વોર્ડ નં.૧- ૮૦,૧૬૪
વોર્ડ નં.૨- ૭૦,૧૪૩
વોર્ડ નં.૩- ૯૦,૬૮૩
વોર્ડ નં.૪- ૭૨,૨૮૭
વોર્ડ નં.૫- ૭૦,૫૮૩
વોર્ડ નં.૬- ૬૯,૨૩૯
વોર્ડ નં.૭- ૮૦,૦૧૬
વોર્ડ નં.૮- ૭૮,૮૬૬
વોર્ડ નં.૯- ૭૯,૭૫૩
વોર્ડ નં.૧૦- ૬૫,૯૬૩
વોર્ડ નં.૧૧- ૮૭,૬૨૦
વોર્ડ નં.૧૨- ૭૪,૧૯૦
વોર્ડ નં.૧૩- ૮૦,૫૭૦
વોર્ડ નં.૧૪- ૭૭,૬૨૫
વોર્ડ નં.૧૫- ૬૭,૮૫૭
વોર્ડ નં.૧૬- ૭૪,૭૦૧
વોર્ડ નં.૧૭- ૭૮,૭૩૯
વોર્ડ નં.૧૮- ૭૮,૬૫૭
કુલ જનસંખ્યા ૧૩,૭૭,૬૫૬