જામનગરમાં નોંધાયેલા ક્રિકેટના સટ્ટાના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે.
જામનગરના સીટી-સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજથી એક વર્ષ પહેલાં ક્રિકેટના સટ્ટાનો ગુનો નોંધાયો હતો.જે ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપી રાજકોટના મોટા મૌવા ખાતે રહેતા વિરભદ્રસિંહ ઉર્ફે વિરુભા દિલાવરસિંહ ને રાજકોટથી પકડી પાડવામા આવ્યો છે. અને જરૂરી કાર્યવાહી માટે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપી આપેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી તથા સ્ટાફના દિલીપસિંહ, ગજેન્દ્રસિંહ, સુરેશભાઇ, કરણસિંહ, દિવ્યરાજસિંહ દ્વારા કરવામા આવી હતી.