આ કેસની હકીકત મુજબ લોખંડના પાઇપના વેપારી શૈલેષભાઈ વલ્લભભાઈ પોકીયાને જગદીશભાઈ મનસુખભાઈ આસોડીયાએ મિત્રતાના સંબંધની રૂએ લોખંડના ધંધાને બદલે પેટ્રોલ પંપ કરીએ તો સ્ટેટસવાળો ધંધો થઈ જાય તેમ લલચાવી લિજજત પાપડની બાજુમાં ૧૦૦૦ વારના પ્લોટમાં પેટ્રોલ પંપમાં ભાગીદારી કરવા માટે લલચાવતા શૈલેષ પોકીયાએ જગદીશ આસોડીયાને રૂા.૨૫.૨૧ લાખ રોકડા આપેલ, બાદ લાંબો સમય ભાગીદારીમાં પેટ્રોલ-પંપનું કામ ચાલુ ન થતા શૈલેષ પોકીયાએ પોતાની રકમ પરત માંગેલ, તેથી જગદીશ આસોડિયાએ પોતાની બેંકનો રૂા.૨૫.૨૧ લાખનો ચેક આપેલ હતો, શૈલેષભાઈએ સદરહું ચેક પોતાની બેંક શાખામાં વટાવવા નાખતા તા. ૧૭/ ૧૦/ ૨૦૨૦ના રોજ ફંડસ ઈન્સફિશિયન્ટના શેરા સાથે પરત ફરેલ. જે અંગે શૈલેષભાઈએ આપેલી લીગલ નોટિસનો જગદીશ આસોડીયાએ લીગલ જવાબ આપ્યો હતો. પરંતુ ચેકની રકમ નહીં મળતા શૈલેષભાઈએ જગદીશ આસોડિયા સામે રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.
આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા આરોપી તરફે તેવા બચાવ લેવામાં આવેલ કે ફરીયાદીએ નાણા કયારે કોની હાજરીમાં કઈ રીતે આપેલ તેવી કોઈ હકીકત કે ઇન્કમટેક્સની નોંધ આખા કેસ દરમ્યાન રેકર્ડ ઉપર આવેલ નથી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રોજમેળ પરથી પણ ફરીયાદી પક્ષ નાણા આપેલ છે તેવું સાબીત કરી શકેલ નથી. આરોપીના વકીલની આ બધી દલીલો અને ઉચ્ચ અદાલતોના ચુકાદા ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જગદીશમનસુખભાઈ આસોડીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ તુષાર જે બસલાણી,એઝાઝ જુણાચ, મનીષ કોટક, દિપકસિંહ રાઠોડ, જે.જે. પડીયા, ભાવેશ ગોહેલ, વત્સલ ચાવડા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech